આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આમાના આલાપ ૮૫ સજાગ રહેજે ! મારી વીણાની મહેફીલને દર વધુ છે. એક મહેફીલના રૂપિયા પાંચસે મારી માં લે છે. નાગમંગમ જમીનદાર તે અહીં આવીને આપી જાય છે.' હુ જમીનદાર નથી, મદુરમ !' દેવતાઓ જમીનદાર કરતાં મોટા અને અધિક આદરને પાત્ર હેય છે..' “કેટલીક વખત, તું ગાય છે એના કરતાં બોલે છે એ અતિ સંગીતમય લાગે છે, મદુરમ.” તમે પ્રશંસા ન કરે. તમે પ્રશંસા કરશે તે હું ગાંડી થઈ જઈશ.” – એકાએક બીજી એક વાત યાદ આવતાં રાજારામને એ વાત તેને કહેવી શરૂ કરી ઃ રાજ્ય કેંગ્રેસનું અધિવેશન મદ્રેમાં ભરાવાનું છે. સત્યમૂર્તિ પ્રમુખ સ્થાને છે, તેનાં કેટલાંક કામોની જવાબદારી મારી છે. કાલથી જ ફાળો ઉધરાવવા પેટી લઈને અમે નીકળવાના છીએ. દિવસનું જમવાનું જ્યાં સમય મળે ત્યાં, મારે માટે તું દિવ સનું ભેજન, હું ફરીથી ન કહું ત્યાં સુધી રાખીશ નહિ.' એ તે ઠીક ! તે ફાળામાં હું પણ થોડા પૈસા આપી શકું ?” - ‘તું ? પહેલેથી તે ઘણું બધી મદદ કરી છે. એ બદલ હું તારે ઋણી છું. અત્યારે વળી તકલીફ શા માટે ઉઠાવે છે ?' ઋણબણની વાત ફરી કરી છે તે હું આ પળે જ અહીથી ઊઠીને ચાલી જઈશ. જે આપુ તે વિવેકપૂર્વક સ્વીકારી લેવું પડશે. નહિ સ્વીકારે તો હું પેટીમાં નાખીશ. તે વખતે તમે મને કેવી રીતે રોકવાના હતા ?'– કહી મદુરએ સ્મિત કર્યું. - “એ તે ઠીક ! વિવેકપૂર્વક સ્વીકાર કરવો જોઈએ એમ કહ્યું તે શાને માટે ?' ભૂલ થઈ ગઈ ! એ બેલવા બદલ હું મારા કાન પકડું છું.'