આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ “કાન પકડવાની કે પગે પડવાની જરૂર નથી. પૈસા કાઢ !' – ઘસેલા ચંદન જેવા કોમળ અને ચમકતા ખભા પરના કબજાના ખીસામાંથી સે રૂપિયાની બે ને કાઢીને મદુરમે ધરી. તે નેટમાંથી કપુરની મહેક આવતી હતી. રાજારામને તે લીધી. પૈસા સુગંધિત છે, મધુરમ ! આપનારના હાથને જશ હેય એમ લાગે છે !...” કદાચ લેનારના હાથને જશ હશે.” પાછા ફરતી વખતે, રાજારામનને ખ્યાલ ન આવે એ રીતે, તેની ચરણરજ આંખે અડકાડીને મધુરમ જતી રહી. તેના આ કાર્યથી રાજારામન પુલકિત થઈ ગયે. દ્રવિત પણ થઈ ગયે. તેના ગયાને થોડી વાર પછી તેના મેડા પરથી ગીત સંભળાયું. નથી જાણતી રામા ભક્તિને માર્ગ – કરણ હૃદય વિદારક કંઠે તે ગાતી હતી. પવિત્ર મનથી ભક્તિ કરી રહેલ અતિ સુશીલ યુવતીના કંઠે “ભક્તિને માર્ગ જાણતી નથી” ભવાતું ગીત સાંભળીને રાજારામને નવાઈ પામ્યા. ને સે રૂપિયાની બે ને તેણે આંખે અડકાડ.