આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

— .. બીજે દિવસે સવારે ગુરુસામી ફાળો ઉઘરાવવાની પેટીઓ સાથે આવ્યસર્વપ્રથમ રાજારામને સ્વહસ્તે તે સે રૂપિયાની બે નોટે પેટીમાં નાખી, ગુરુસામી બીજા બેત્રણ કાર્યકરો સાથે પેટીઓ લઈને ગોપુરમના દરવાજે ગયે નાહી, કપડાં બદલી રાજા રામન મુત્તિરૂલપનની રાહ જોતા હતા ત્યારે મદુરમ આવી. તેના હાથમાં હાથે કાંતેલા સૂતરની આંટીથી ભરેલી ટપલી હતી. શું છે, મદુરમ ?' તમારે મારા પર એક ઉપકાર કરવાનું છે.' ઉપકાર ? મારે ?' હા ! આ આંટીઓના બદલામાં ખાદીની એક સાડી લાવી આપો !' મને વાંધો નથી, મદરમ! પરંતુ તારાં બા તને ખાદીની સાડી પહેરવાની રજા આપશે?' - “ નહિ આપે તે, તમને મળવા આવીશ ત્યારે પહેરીને આવીશ..” “તને ખાદી ગમે છે?” “તમને જે ગમે છે તે બધું મને ગમે છે...' “એ જાણે ઠીક છે પરંતુ હું આંટીઓ આપીને સાડી માગું તે ખાદીભંડારવાળા મારા પર વહેમાશે. મારાં મા તે મરી ગયાં છે. હું તેને માટે સાડી ખરીદું છું, એવી જાતજાતની શંકા થશે ? શું કરું....' - “ તમારા હાથે જ ખરીદેલી સાડી પહેરવાની આશા છે. ને પાડશે નહિ.”