આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

. આત્માના આલાપ પરિચિત છીએ! રેટિયે મેં જ આપે છે. અરસરડી ગામના ઉત્સવમાં વરસે વરસ તે વીણા વગાડે છે. તે ઉત્સવમાં હું ગયો છું. રેટિયે આપ્યું ત્યારે બીજા કરતાં તેનામાં દેશદાઝ ઓછી નથી એ મેં જોયું..! જેલમાંથી આવ્યા પછી તેનીએ પણ મને બધું કહ્યું.” | વાંચનાલય સંભાળવાનું સેનીને કહીને બંને ખાદીભંડારમાં જવા નીકળ્યા. રાજારામન પાસેની સૂતરની આંટીએ મુત્તિર્લીપને લીધી. હવે ખાદી વેચવાનું કામ કંઈ મોટું નથી, રાજા ! ત્રપૂર્ણિમાના મેળામાં ખાદી વેચવાની સારી એવી તક છે! તેને આપણે સારે લાભ ઉઠાવી જોઈએ'– મુત્તિલપને નવી પેજના જણાવી. ‘ફાળે પણ ઉઘરાવીએ તે ?” કલબકરદેવની પેટીમાં નાખવાના પૈસાની સાથે હરીફાઈ કરવી છે, રાજ? ” એવું નથી ! દેવભકિત અને દેશસેવા જુદાં છે, એમ માનશે નહિ. મુત્તિલપન દેશભક્તિ પંજાને ઉપરનો ભાગ છે જ્યારે દેવભક્તિ પંજાને અંદરને ભાગ એટલે હથેળી છે. એક જ હાથની બંને બાજુ છે. બહારના ભાગમાં લગાવવાની દવાથી હથેળીને ઘા પણ રુઝાય છે.” માન્યતા તે સારી છે ! રજૂઆત પણ સુંદર છે.” મારી સાથે જેલમાં પુદકે રૈના પ્રહદીશ્વરન હતા, એમણે કહ્યું હતું ને ? તે આ વાત અવારનવાર કરતા. સ્વતંત્રતાની લડત એ મહાભારતનું યુદ્ધ છે. જસ્ટીશ પાટ કરી છે. આપણે પાંડવો છીએ. આપણા માર્ગદર્શક ગાંધીને ગીતા કહેતા !... દુનિયામાં માણસ માણસ વચ્ચે ધર્મ-અધમ, ન્યાય-અન્યાય રહેશે ત્યાં સુધી ગીતા અસ્તિત્વમાં રહેશે, એમ તેઓ ઘણું વાર કહેતા.” “ આ વિચાર મૌલિક છે, રાજા !”