પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૪૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તભેદ.— સાંસ્થાનિક સમયથી અમેરિકામાં લાવવામાં આવેલા હબસીઓનો ગુલામ તરીકે ઉપયોગ થતો. હવે દેશ આ પ્રશ્ન ઉપર કટુતાથી બે ભાગમાં વહેંચાઈ ગયો. એક મુક્ત દેશમાં એક માણસ બીજા માણસને ગુલામ રાખે એવા વ્યવહાર સામે લિંકને પોકાર ઉઠાવ્યો. તેઓ માનતા અને કહેતા કે મુક્ત થવું એ પ્રત્યેક માણસનો કાયમી અને પવિત્ર અધિકાર છે.