પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૬૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વારસો. — અમેરિકાવાસીઓને મન અને ઘણા દેશોના લોકોને મન અબ્રાહમ લિંકન માનવતા અને લોકશાહીના પ્રિય પ્રતીકરૂપ છે. લોકોમાં, મુક્તિમાં, મનુષ્યની જનતામાં તેમની શ્રદ્ધા એ અમેરિકાની વિચારસરણીનું હાર્દ છે. લિંકનના જીવનનો અભ્યાસ કરવો એ એક રાષ્ટ્રના આત્મા સમક્ષ પહોંચીને તેને સ્પર્શ કરવા બરાબર છે.