પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમૂલ્ય હીરો અને ગુણનો ગુણ તેના તો ગ્રાહક ભોજરાજાના જેવા રસિક ભૂપતિઓજ કોઈ સમે નીકળી આવે છે. આપની ખ્યાતિ તેવીછે અને તેથીજ હું અહિંયાં ધાઇને આવ્યો હતો. પણ મહારાજ, હું ધરાયો, અને આપ પણ મારા લવારાથી ધરાઈ ગયા હશો, કેમકે મારી હકીકત તો કહેવી હજી બાકીજ રહી ગઇછે; અને તે કહેતાં મારાથી મિજલસી રીતનું મીઠું બોલવું પણ થઈ શકે એમ ભાસતું નથી. માટે મારો ગુન્હો માફ કરો અને મને મારે માર્ગે જવાની રજા આપો તો મોટી મહેરબાની થાય.

ઉપલી વાણીથી બાદશાહને રસ લાગ્યો હતો અને તેથી તે એને હવે રજા આપે એમ હતું નહિ. આ બધું તૂત ઉભું કીધુંછે અને મારી હજુરમાં આવવાની કોઈ કવિ તજવીજ કરે છે એમ તો અકબરને ક્યારની સમજ પડી ગઈ હતી. પણ જોઈએ કેવી તજવીજથી એના બોલ એ સાચા પાડે છે એમ વિચારી ક્રોધનો ડોળ કરી એણે કહ્યું કે "જાય ક્યાં? ક્હ્યુંછે તે બધુ પુરવાર કરી આપ". તે ઉપરથી "જેવી જહાપનાહની ઈચ્છા" એમ કહી બીરબલે પોતાનું બોલવું જારી રાખ્યું, કેમકે એ તુર્ત ચેતી ગયો કે રાજા એના અંત:કરણમાં રીઝ્યો છે.

સાહેબ, હું જાતે ગરીબ બ્રાહ્મણછું. મેં મારી નિર્ધનતા ટાળવાને સારૂ એક મને અગીયાર વરસ સુધી સરસ્વતીની રાત દહાડો સેવના કરી, અને બારમું વરસ બેઠું ત્યારે મને સ્વપ્નામાં તેના દર્શન થવાં લાગ્યાં. પણ તેથી હું ધરાયો નહિ અને બારે વર્ષ તપશ્ચર્યામાંજ ગાળ્યાં. ત્યારે તેણે પ્રસન્ન થઈ મને સાક્ષાત્ દર્શન દીધાં અને પોતાના સ્વહસ્તે લખેલું એક ભોજપત્ર આપી કહ્યું કે "આ લે અને સુખી થા. એમાંના દરેક દોહાની લાખ રૂપિયા કિંમત છે. પણ તું રાજદરબારમાં જવાનો હોય ત્યારેજ એ વાંચજે, અને એક દરબારમાં ગમે તે કરે તોપણ એક કરતાં વધારે દોહરો પ્રગટ કરતો નહિ." આ આજ્ઞા હું માથે ચડાવી હરખાતો હરખાતો રાજયાત્રાએ નીકળ્યો, કેમકે જેનાં જ્યાં બજાર હોય ત્યાં તે ચીજ ખપે, ગામડામાં બેસી રહે હીરા મોટી ખપતાં નથી.

हिरा गिराकी गंठड़ी, गमारमे मत खोल;
झौरी बिन कौरी न मिले, कौस्तुभकामी मोल.

હીરા રૂપી ગિરા નામ શબ્દની ગાંઠડી ગામડીઆ લોકમાં તું કદી પણ ખોલતો નહિ, કૌસ્તુભ સરખો અમૂલ્ય મણિ હોય તો પણ ઝવેરી વિના તેની કિંમત એક કોડી પણ મળતી નથી. વળી કોઇએ એમ પણ કહ્યું છે કે:

हथ्थी हीरा काव्य है ? दे जाके दरबार;
मा कर मूल अमूलका, मूल न मिले बझार.

પૂછે છે કે તારા પાસે હાથી છે? તારી પાસે હીરા છે ? કાવ્ય છે ? જો એ ત્રણમાંની કોઈ પણ વસ્તુ હોય તો દરબારમાં જઇને આપી આવ. પેલો પૂછે છે કે કિંમત ઠેરવ્યા વિના આવી અમૂલ્ય વસ્તુઓ એમને એમ કેમ આપી અવાય? પેલો અનુભવી કવિ કહેછે કે ગાંડા, જો અમૂલ્ય છે તો તેનું મૂલ કરવાનો શા માટે વિચાર કરેછે? એમ કર્યાથી તેનું માન ઘટે છે. માટે એતો દરબારમાં જઇને અણબોલ્યો આપીજ આવ. એ