પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વસ્તુ સ્થિર થઇ જાયછે, એમ કહ્યું, એ ઉપરથી આપનો હુકમ સર્વમાન્ય સ્થાપન કર્યો અને તેની સાથે આપનાં પ્રતાપ તથા ઔદાર્યનું વર્ણન પણ થયું. આ વ્યંગાર્થ चलत અને जड એ બે શબ્દ ઉપરથી સમજાયછે માટે એમાં વિશેષ રસ રહેલો છે એમ કહેવાય. બાકી એમાંનાં પદેપદ રસમય અને સાભિપ્રાય છે.


અકબરની સભામાં સૈયદ ઝનૂનુંદ્દીન કરીને એક મોટા ઓલ્મા હતા. પણ નામ પ્રમાણે એનું ઝનૂન દાઢીના જેટલુંજ લાંબુ હતું. જેમ હાલ આપણામાં કેટલાકને ફારસી આરબી શબ્દો સાથે વેર છે તેમ એમને સંસ્કૃત શબ્દો સાથે હતું. અકબરે દરબારી ભાષા ઉર્દુ કરી હતી તેને માટે તે બહુજ નારાજી હતો, અને પોતે તો ફારસીજ ને વખતે આરબી પણ બોલતો. અકબરને વખતે કડવા બોલ સંભળાવનારો આખી સભામાં એકજ હતો પણ સારો વિદ્વાન જાણી એનું એ માન રાખતો. તોપણ વખતે એની મશ્કરી થાય તો તે જોઇને સૌ રાજી થતા, અને તેનું વિશેષ કારણ એક એ મુલ્લાં પોતાને સૈયદ કહેવડાવતો હતો તોપણ ઘણાને એવો વહેમ હતો કે એ લાહોરના એક ખાટકીનો છોકરો હતો. આ તમામ હકીકત બીરબલને માલમ હતી, કેમકે દરબારમાં ગયા પહેલા તેના સઘળા અંદરખાનેના ગિલ્લાઓને તો રાજનીતિના અલેફ બે જાણી તેનો એણે ખાસ અભ્યાસજ કર્યો હતો, અને તેથી સૈયદ ઝનૂનુદ્દીને બોલવા માટે પોતાની ડહાપણ ભરેલી દાઢી ઉપર હાથ મૂક્યો કે બીરબલે હરખાઈને જાણ્યું કે હવે મારી બટકબોલી જીભને કાંઈક છૂટ લેવાનો વખત મળશે ખરો.


ઝનૂનુદ્દીને ચીડવાઈને કહ્યું કે 'ફૈઝી જેવો આરબી ભાષાનો કાબેલ મોલવી કાફરોની જુબાનમાં શાહેરી કરેછે એ જોવુજ કેવું ગુનાહ ભરેલું કામછે? તેમાં વળી પેલી સેતાની સંસ્કૃતનું શું કામછે? जल ! जा ! એ બોલ લખવાની શી ફરજ હતી ? એ બોલમાંજ ફૈઝીની સાહેરી ઉપર બદદુઆ ખુદાએ મૂકી છે ! આ મિજલસમાંના પણ કેટલા જણ એ બોલ સમજ્યા છે તેતો તપાસી જુઓ.આ સાંભળી ઘણા મીજલસીઓએ બેશક પોતાની નજર ફેરવી નાંખી અને બીધા કે રખેને આપણનેજ પૂછે. બીરબલે ટપ જવાબ આપ્યો કે લક્ષ્મી ચપળછે એ વાત जलजा એટલે પાણીથી ઉત્પન્ન થયેલી એમ કહેવાથીજ બરાબર સમજાય છે. કેમકે સૈયદ સાહેબને આ કહેવત તો યાદ હશે કે "સોબતે અસર અને તુખમે તાસીર" આ સાંભળી બધા ખડખડ હસી પડ્યા, કેમકે બીરબલે સૈયદ સાહેબની સૈયદીનું જડમૂળ પકડીનેજ ટાણો માર્યો હતો. પોદશાહ તો ખૂબ પ્રસન્ન થયો પણ વિવેકથી હસવું થંભાવ્યું અને ચોપદાર તરફ શાન કરી એટલે તેણે ગર્જના કરી કે 'અદબ!"


આ ઉપરંગથી બધાનાં મુખ કમળ જેવાં પ્રફુલ્લિત થયાં, પણ જગન્નાથ પંડિત તો ઘુમરાએલાજ બેસી રહ્યા હતા, અને એની હમેશનીજ રતાશ પડતી આંખમાં તેજનો લખલખાટ એવો ગતિમાન થઈ રહ્યો હતો કે બધાએ જાણ્યું કે હમણાં કાંઇ નવીનજ કલ્પના જન્મ પામેછે. પાદશાહે હસીને પૂછ્યું કે શું વિચાર કરોછો? મુલ્લાં ફૈઝીની શાહેરીથી સૈયદ સાહેબ તો નારાજી છે, પણ પંડિતરાજ પ્રસન્ન થયા કે નહી ? જગન્નાથે જવાબ દીધો, અમે બ્રાહ્મણ લોક ઉચ્છિષ્ટ અન્નનો અંગીકારજ કરતા નથી. આ