પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાંભળી બધા આશ્ચર્ય પામ્યા. મુલ્લાં ફૈઝીએ જે કવિતા શીઘ્ર અને પ્રસંગોપાત બનાવી તે ઉચ્છિષ્ટ શી રીતે થઈ? ત્યારે શૃંગારી જગન્નાથપંડિત સ્વાભિમાનના હાસ્યની સાથે બોલ્યા, પાદશાહ, અ દુહો મિયાં ફૈઝીએ કોઈ દિવસ પોતાની બીબી સારૂ બનાવ્યો જણાયછે, અને તેનું ઉચ્છિષ્ટ આણીને આજ આપને ભેટ કરેછે. બધાએ જાણ્યું કે જગન્નાથે એનો અર્થ કાંઈ ચતુરાઈથી બીજો લગાવ્યો છે અને તેથી પ્રસન્ન થઈ તે સાંભળવાને તલપવા લાગ્યા. એણે કહ્યું કે :-


એનો મૂળ અર્થ આ પ્રમાણેછે :- કહેછે કે આ સ્ત્રીની એક કટાક્ષ એવી છે કે તેમાંથી હજારો ચકચકતી તલવારો નિકળે છે અને ચાલી જાય છે, એટલે ચોતર્ફ ઉભેલા સઘળાની કતલ કરી નાંખેછે! એ કટાક્ષનું મનોહરત્વ જોતાંજ લક્ષ્મી જે રૂપનો ભંડાર છે તે પોતાને કદરૂપી સમજી જડ થઈનેજ ઉભી રહેછે. એવી જેની એક એક કટાક્ષ છે તે જો બોલે તો તો પછી તેની ખુબીજ શી! એ રીતે ફૈઝીમિયાંની શૃંગારવૃતિ ઉતરોતર ઉછળતી જાય છે.


આ અર્થ સાંભળી બધી સભા છક થઈ અને સર્વે જગન્નાથની અપૂર્વ બુદ્ધિનાં વખાણ કરવા લાગ્યા, પણ રસના વિષયમાં ફૈઝી કાંઇ ગભરાય એવો નહોતો. એણે કહ્યું, પંડિતરાજ. તમે મારા કવિતનો ગૂઢ શૃંગારભાવ પ્રગટ કર્યો તેને માટે હું તમારો અહેશાનમંદ થયોછું. તમને માલમ નથી હોય, પણ અમે મુસલમાન લોકો ખુદાને માશુક રૂપેજ ભજીએ છઈયે. આ જવાબથી અકબર પાદશાહ ઘણો પ્રસન્ન થયો, કેમકે એમાંથી જગન્નાથના પૂર્વપક્ષનું ખંડન થયું અને તેની સાથે પોતાને ખુદાઈ ઉપમા મળી તોપણ વિવેકને સારૂ જગન્નાથની શીઘ્રકલ્પના બહુ વખાણી, અને બીરબલના સામું જોઈ કહ્યું કે જોઈએ કોઈ એનો ત્રીજો અર્થ કરી શકેછે. બીરબલ ગભરાયો, પણ અગ્નિથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ જગન્નાથની શીઘ્રતા જોઈ એનામાં જે અસાધારણ શીઘ્રશક્તિ હતી તે ઉશ્કેરાઈતો રહીજ હતી, અને પાદશાહની માગણી સાંભળતાં એકદમ કામે લાગી ગઈ. એક ક્ષણ આંખ મીચી કપાળપર હાથ મૂકી વિચાર કર્યો અને પછી બોલી ઉઠ્યો કે "પૃથ્વીના પાળનાર અને પંડિતોના કદરદાન પાદશાહે જગન્નાથ કવિની પ્રશંશા કરી તે યથાર્થજ છે. આ દુહામાં પણ એમની બુદ્ધિનું જ રૂપ વર્ણવ્યું છે. એ કેવીછે? "चलत चमक समशेरसत" સત નામ સાચું, સાચું નામ શાસ્ત્ર, એવા જે કઠિણ વિષયો તેમાં તરવારની માફક ચળકતી ચાલેછે- એટલે કોઇપણ વિષયનું કાઠીન્ય એને નડતું નથી. પણ શું એ માત્ર કઠિણજ છે? એમાં કોમળતા, રસિકતા નથી? તો કહેછે "जलजाजर होजात" એટલે સંધિ તોડતાં,जलज કહેતાં કમળ, अजर થઈ જાયછે, એટલે તેની કોમળતા કદી પણ જતી નથી. ऐसी जीस्की साइन एक એવી જે બુદ્ધિરૂપી સરસ્વતીની એક નજર છે તે સરસ્વતી "कहा बैनकी बात" બૈન એટલે વીણા લઈને જયારે સંગીતજ કરવા બેસે ત્યારે તો તેની કોમળતા કેટલી જાણવી?


શાબાશીના અવાજ ચારે તર્ફથી ઉઠ્યા. પાદશાહ રાજી રાજી થઈ ગયો અને જાણ્યું કે દરબારમાં ખરું રત્ન કોઈ આવ્યું છે. જગન્નાથપંડિતે પોતેજ કબુલ કર્યું કે મારા