પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરતાં આ કલ્પના વધારે સારી છે. બધાએ જોયું કે બીરબલે જે અર્થ કર્યો તે જગન્નાથની શાસ્ત્રબુદ્ધિ અને કાવ્યશક્તિને બરાબર લાગુ પડેછે। એ દિવસથીજ અકબરની એના ઉપર પ્રીતિ થી અને સભામાં ફીઝી ને જગન્નાથની હારનો બધા એને ગણવા લાગ્યા. તેજ વેળા એને ભારે શિરપાવ આપવામાં આવ્યો અને પોતાની પાસે જયારે મરજીમાં આવે ત્યારે આવવાની છૂટ આપી.

આ આડા પ્રસંગમાંજ ઘણો વખત થઈ ગયો તેથી પાદશાહ સભામાંથી ઉભા થયા અને કહ્યું કે આજ સાંજે સમશ્યાપૂર્તિનો વિચાર ચાલશે. એટલે રત્નજડિત છડીવાળાઓએ નેકી પોકારી, બધા ઉભા થઈ જમીનને હાથ લગાવી સલામો કરી, "ખમા" "ખમા" ના અવાજની સાથે પાદશાહ જનાનામાં પધાર્યા, અને સઘળા સભાસદો નવા કવિ બીરબલના ચાતુર્યની ઉલટભેર વાહવા બોલવા પોતાપોતાને ઘેર ગયા.


અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો

દરબારમાં ઉઠી બાદશાહ જનાનખાનામાં જોધપુરવાળી બેગમના મોહોલ તરફ વળ્યા. વરદી પહોંચતા જ રાણી ધાઈને સામી આવી; અને લળીલળી મીઠાં મીઠાં વચનોરૂપી મહોહાર ફુલ વધાવતી પોતાના ઓરડામાં તેડી ગઈ. ઘણા સત્કારની સાથેમખમલ જાડેલા મીનાકારી સોનાના તખ્ત ઉપર બેસાડયા. દીવાલની વચમાં ઠેઠ ઉપરથી વાયુ આવવાની કરામત કરી હતી તે માર્ગે ફરફર પવન આવી રહ્યો છે, દિવાનખાનાના મધ્યભાગે ફૂવારો ફૂટી રહ્યો છે, તેમાંથી ગુલાબજળના બૂંદો આખા ઓરડાને શીતળ તથી સુગંધીમાન કરે છે. સુખડના સ્તંભો ઉપર પાણી પડવાથી તે અજબ રીતે બહેક બહેક થઈ રહ્યા છે, મેના પોપટ વગેરે પાળેલા પક્ષીઓના કલ્લોલથી કલરવા થઈ રહ્યો છે. આઘેથી કોમલા સંગીતનો ધ્વની મંદમંદ આવે છે. અને મોરનું સુંદર એક જોડું પાદશાહ તખ્તની સામાંજ આવીને કળા કરી થનથન નાચી રહ્યું છે, વગેરે અનેક સુખાની સામગ્રીઓ વડે પ્રેમપૂર્વક સત્કાર થવાથી બાદશાહને તે દિવસ ખરા ઉન્હાળાના હતા, તો પણ ચોમાસાના જેવા લાગ્યા. ચંદ્ર જેવા મુખવાળી દશ દશ દાસીઓ દરેક બાજુ ઉપર કુંડાલે વળી છેટેથી વાયુ ઢોળવા લાગી, અને રાણી હાથમાં રત્નજડિત એક નાનો વીંજણો લઈને તખ્તને ડાબે પગથીએ બેઠી. રાણીના એક ઇશારાની સાથે સોનાના થાળમાં સ્ફાટિકના ખૂમચાઓ પાદશાહની સામે આરસના મેજ ઉપર રજૂ થયા. તેમાં દેશ દેશ ના ન્યામત મેવાઓ, ભાત ભાતની મીઠાઈ, અને બિલોરી કાચની સીસીઓમાં રંગા બેરંગી ઘણાજ ખુશબોદાર, અને બરફનાં જેવા ઠંડા શર્બતો ભર્યો હતાં. રાણી પોતાના કોમળ હાથવડે તેમાંથી લઇ લઇને આગળ ધરે, તથા લીલા પાનની નાની નાની ચલાણીઓમાં એક એક જાતનાં શર્બતો ભરી, “ મારા સમ જરા આતો ચાખો” એમ આઘરો કરે રાજાને મોહ પમાડતી જાય. આ સરભરાથી બાદશાહ ઘણો જ પ્રસન્ન થઈ બોલ્યો કે,હે પ્રિયે, જેવો આજે દરબારમાં વિદ્યાનંદ જામી રહ્યો હતો તેવોજ તારા મહેલમાં તેમ વિલાસાનંદ જમાવી મૂક્યો છે. એમ બોલી સભાની સઘળી હકીકત કહી, બીરબલની ચતુરાઇનાં બહુઈ વખાણ કર્યા, અને રાણીને કહ્યું, તું