પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ કાવ્યકળાની વિનોદી છે. તેથી જો, તારાથી એ સમસ્યા પૂર્ણ થાય છે ? રાણીએ તે સમસ્યા સાંભળીને હસીને કહ્યું કે મહારાજની ઇચ્છા છે તો તો હું પણ મારી શક્તી પ્રમાણે પાદપૂરણ કરીશ, પણ એક બે ઘડી થઈ મેં આપણાં બાલ શાહજાદાને સંભાળ્યો નથી તેથી ત્યાં જો આપ પણ પધારશો તો બાળલીલા જોઇને બેશક આનંદ થયા વિના રહેશે નહિ. એ માત્ર છ માસનું બાળકજ હતું અને તેના ઉપરા પાદશાહની ઘણીજ પ્રીતિ હતી. તેથી તેઓ ત્યાં બંને ત્યાં ખૂશીથી ગયાં. જઇને જુએ તો પારણામાં લાંબા હાથ કરી ભર ઉંઘમાં પડ્યો છે, અને તેનું હસતું મ્હોં પુનેમાના ચંદ્ર જેવું ખીલી રહ્યું છે. પુત્ર પ્રેમથી બંનેએ તેના મ્હોં તરફ કેટલીકવાર જોયાંજ કર્યું. થોડીવારમાં વાદળું આવતું હોય તેમ તેની ભમર સંકોડાઇ, તેણે પાસું ફેરવ્યું, અને જરા ઉંકારો મ્હોં બહાર નીકળ્યો જ નથી એટલામાં તો રાણીએ ટપ બાદશાહની સોડામાંથી ખસી તેની આશ્વાસના કરી, પયપાન કરાવ્યું, અને તેનું મુખકમળ પાછું પ્રફુલ્લિતા થયું. પાદશાહ પાએક કલાક ત્યાં ઉભા રહ્યા તેવામાં તેણે જોયું કે રાણી એ કરોડવાર તે બાળકની સંભાળ લીધી અને તે તો મારી સંભાળ લેનાર સદાકાળ હાજર જ છે. એવા દ્રઢ વિશ્વાસથી નિશ્ચિંત પણે ઉંઘ્યાજ કરતો હતો તેથી તેણે રસમય કામ્ટે કહ્યું કે, ખેર જગતમાં માનો બાળક ઉપર પ્રેમ, અને બાળકનો માં ઉપર દ્રઢ વિશ્વાસ એ બંને અપૂર્વા વસ્તુ છે. રાણીએ કહ્યું કે, મહારાજ, બીરબલ સમશયાપૂરતી હવે આપના આગળ સાક્ષાત્કાર થઇ ? એમ કહી નીચે પ્રમાણે તે દૂહો પૂરો કરને બોલી :

अहोरात्र झागृत खड़े, ममरक्षक महाशक्त;
यौं कह सूखे सुवे सदा, बालक मातासक्त.

બેશક, બાળક જે માની પ્રીતિમઆમ આસક્ત છે તે હમમેશા એમ જ જાણે છે કે રાત દહાડો મારી સંભાળમાં એ જાગૃત જ છે. વળી મારી મા મહાશક્તિમાન છે એમજ તે સમજે છે. અને જે દુઃખ થાય તે માથી તળે એવું હોય કે નહિ, તોપણ બાળક તો એમજ જાણે છે કે મારી મા તે દૂર કરશે. એવા દ્રઢા વિશ્વાસથી તે નિરાંતે સદા સુખમાં સુએ છે. એ તો આપે પ્રત્યક્ષ જોયું, અને તેથી મારી અબળા બુદ્ધિ પ્રમાણે તો એ સમશ્યા આ રીતે પૂરાઈ.

અકબર તો આ સમશ્યાપૂર્તિ તથા તેનો સાક્ષાત્કાર કરવાની રાણીની ચતુરાઈ જોઈને ખુશજ થઈ ગયો. એ હર્ષથી બોલી ઉઠ્યો કે, ધન્ય છે રાણી. તારી રસિકતાને ! તમે રાજપૂતાણીઓ તમારી ચતુરાઇને માટે વખણાઓ છો એમાં કાંઇ આશ્ચર્ય નથી. મને નિશ્ચય છે કે મારી સભામાંનો કોઈ પણ પંડિત આવી રસભારી રીતે સમશ્યાપૂર્તિ કરવાનો નથી. મને લાગે છે કે સરસ્વતીનું ચરણ એજ હશે, અને કદાપિ નહિ હોય તો હું કહું છું કે સરસ્વતી કરતાં પણ રસાવતી ચડે.

પાદશાહને આ સમશ્યાપૂર્તિ એવી મનમાનતી લાગી કે હવે સભાવાળાઓ એથી શું વધારે કહી શકશે તે જાણવાનીક જિજ્ઞાસા એના મનમાં પળેપળ કૂદકારા મારવા લાગી; અને તેથી તેણે સાજનું દરબાર રોજ કરતાં વહેલુંજ ભર્યું. દરબારમાં આવતાંજ પોતે બીજી કાંઇ વાત ન કાઢતાં પેલી સમશ્યા આગળ કરી, અને કહ્યું કે જોઉં હવે એ કોણ પૂરી કરે છે. યાદ રાખજો કે એ સરસ્વતીકૃત છે અને તેથી તમે જો