પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આળસમાં રહેશો તો તમારી અને આ સભાની શોભા રહેનાર નથી.

હવે, અકબરની આ સભામાં જે જે લોકો આવતા હતા તે સઘળા થોડાઘણા તો વિદ્વાન હતાજ. એના દરબારમાં છાલકામાં છાલકા મીજલસીઓ પણ કાંઈ ક્વન કરવાની શક્તિ ધરાવતાજ હતા. અક્ષરશત્રુની તો અકબરના દરબાર તરફ કોકીઊં કરવાની પણ હિંમત ચાલતી નહિ, તેથી આ સમશ્યા સાંભળી સૌ પોતપોતાના મનમાં વિચાર કરવા લાગ્યા અને સૌએ પોતપોતાની શક્તિ પ્રમાણે કોઈ રીતે ચોથું ચરણ તૈયાર તો કર્યું, પણ અકબરે એના ઉપર આટલો બધો ભાર મક્યો હતો તેથી સઘળા રખેને આપણું ખોટું પડે એમ જાણી બોલવાને અચકાતા હતા. પરંતુ એ સભામાં મિયાંલબ્બે કરીને એક બહુબોલો, પતરાજી અને ખૂશામતીઓ અમીર બચ્ચો હતો તે તુર્ત બોલી ઉઠ્યો કે જનાહપનાહ, એમાં શો ભાર છે? આપનો પ્રતાપ એવો છે કે સરસ્વતી તો શું પણ તેના બાપનીએ સમશ્યા મારા જેવો એક નાદાન અને કમઅકલ માણસ સાંભલતાની સાથે પૂરવાની તાગાદ ધરાવે છે. લ્યો, એનું ચોથું ચરન હુંજ કહું :-

अकबरशाह, अब जक्त

હમણાં બેશક આખું જક્ત નિરાંતે ઊંઘેછે, કેમ કે આપ જેવા મહાશક્તિમાન અને જાગૃત પાદશાહ તેમને માથે હાલ બિરાજે છે. બોલ બીરબલ તારું ચોથું ચરણ આજ કે બીજું ? મારૂં ચરણ નહિ લાગુ પડતું હોય તો તેનો સબબ બતાવો. શું એ પ્રમાણે અકબરશાહનો પ્રતાપ નથી?

અકબર પાદશાહને આ ખુશામતીઉં ચરણ બિલકુલ પસંદ પડ્યુંજ નહોતુ, કેમકે એના મનમાં તો જેપુરવાળી બેગમનો રસમય અર્થજ રમ્યા અક્રતો હતો. તોપણ મિંયાલબ્બેની તજવીજ જોઇને એના મનમાં હસવું આવ્યું. એ ખંધા મિજલસીએ એવો પેચ નાખ્યો હતો કે એનું કહેવું બધાએ માન્યજ કરવું પડે. પાદશાહનો એવો પ્રતાપ નથી એમ કોની તાકાદ હતી કે કહે? તેથી બાદશાહે સભાનો ગભરાટ જોઇને સારૂ કહ્યું કે બોલ બીરબલ, આ તારૂં ચરણ હોય કે નહિ. તારી શારદા પણ મિંયાલબ્બેની પેઠે મારી તરફેણ કરવામાં જ હોંશિયાર હોય એમ જણાયછે. "निदुन चेशक, आपकी खुबीहि ऐसीहे" એમ પેલા ધીટ ખુશામતીઆએ ઉપલા મર્મવચનથી જરા પણ ખંચાયા વિના લાગેલોજ ઉથલો વાળ્યો. બીરબલે જોયું કે મિંયાએ તો મોકાણ માંડી! પાદશાહના પ્રતાપની ના કેમ કહેવાય? અને તે વિના એ અર કેમ રદ્દ કરવો તે સૂઝે નહિ. તો પણ એણે ધીરજથી જવાબ દીધો કે, મહારાજ શારદાકૃત ચરન તો એ ન હોય. એ અહિંયા લાગે છે કે નહિ તે જ્યાં આપ જેવા કદરદાન પાદશાહ અને જગન્નાથ જેવા પંડિત બીરાજ્યા છે ત્યાં મારે બોલવું એ મોટી બેઅદબી કહેવાય. એમ કહી જગન્નાથ તર્ફ નજર કરી જાને એમ કહેતો હોય કે હવે તો મહારાજ તમે રંગ રાખો તો રહે. જગન્નાથ પંડિતને હમેંશા તો સભામાં ખંડન વાક્ય સિવાય બીજું બોલવાનીજ બાધા હતી, પણ આ વેળા બીરબલને રક્ષણે આવ્યા ખરા. એનું કારણ એ હતું કે એક તો બપોરે એણે સભામાં પોતાની પ્રશંસા કરી હતી તેથી ખૂશ થયા હતા, અને બીજું ત્યાંથી ઉઠ્યા પછી ચક્રવક્રને પ્રથમ પૂજવાનો વિધિ બરાબર