પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાળનાર જે બીરબલ, તે જગન્નાથ પંડિત તથા મુલ્લાં ફૈઝીને ઘેર જઇને એવોતો નરમાશથી મસ્કો લગાડી આવ્યો હતો કે તેઓએ ખરા દિલથી એને સહાય થવાનું કબૂલ કર્યું હતું. વળી અભિમાની પુરૂષોને માથુમ્ નમાવીએ તો તેઓ પોતાનું માથું આપતાં પણ આચકો ખાય નહિ. તેથી બીરબલની આ દીનતા જોઈ ફક્કડ જગન્નાથે પોતાના કાન ફફડાવ્યા અને કહ્યું કે "પાદશાહ, બીરબલ ખરૂં કહે છે. આવું છેક અર્થરહિતજ જે બોલે તેના દોષ બતાવાઅ એમાંજ શરમ છે." આ સાંભળી બધા ચમક્યા. શું એ એમ કહેવાની તાકાદ ધરાવે છે તે પાદશાહનો એવો પ્રતાપ નથી ? મિયાંલબ્બે તો છલકાઇને પૂછવા લાગ્યા કે ત્યારે મારો અર્થ શો ખોટો છે તે કહો. એણે જવાબ વાળ્યો, "મિંયાપાદશાહની રજા હોય તો તૈયારછું." પાદશાહે કહ્યું, કહો રજા છે. જગન્નાથ પંડિત બોલ્યા, "પૃથ્વીપરે, મિંયાલબ્બે શું કહેવાના હતા, પણ ત્રણ ભુવનનલા લોકો જાણે છે કે આપના અપૂર્વ પ્રતાપને બળે આપની પ્રજા સુખી છે અને હમેંશા નિરાંતે ઉંઘે છે. પણ અફસોસ ! એ અર્થ આ દુહાને સાથે લાગતોજ નથી. જો એને પ્રજાની ઉક્તિ ગણીએ, તો ममरक्षक ને બદલે हमरक्षक કહેવું જોઇએ. આનો ઉત્તર વાળવાનો વિચાર તો કર્યો પન મિંયાલબ્બેના બોલ મ્હોંમાંજ પાછા ગેબ થઈ ગયા, કેમકે એણે ધાર્યું હતુંકે એ પાદશાહનો પ્રતાપ ના પાડશે, પણ જગન્નાથે તો વ્યાકરણ દોષથીજ એનું ચરણ ઉડાવી દીધું, બીરબલે હસીને કહ્યું, "मिंयालब्बे, पंडितराजने तो आपका चरनसेम मूलहि काटके उडा दिया." એણે જવાબ આપ્યો "बनचर, तेरे चार चरन जिझेही मुबारक हो, आदमीको तौ तो दोहि बस है." "सच बात मेरेप्यारे, लैकिन हे तिन चरनोंवाले तुं तौ नहि आदमी ऐर हैबान किसीमे रहा! इस्का करना कहा?" આટલી જરા ટપાટપી થઇ રહ્યા પછી પાદશાહે માનસિંગનાં સામું જોઈ કહ્યુ, રાજાસાહેબ આપ એ સમસ્યા શી રીતે પૂરોછો? રાજા માનસિંગે તો સલામ કરી નમ્રતાથી આટલું જ કહ્યું

बादशाह बडबख्त[૧]

આ સાંભળી કેટલાકે તો એમ ધાર્યુમ્ કે "હે મહા ભાગ્યવાન પાદશાહ" એમ કહી રાજા અકબરશાહ સાથે કામી બોલવા જાય છે, પણ જ્યારે એટલું બોલી તે ચૂપ રહ્યા ત્યારે બધાએ જાણ્યું કે એ તો સમશ્યાનું ચોથું ચરણ થયું. એનો અર્થ બધાએ એ પ્રમાણે કર્યો:- મારા સુભટ સરદારો મહા બળવાન છે અને મારી રક્ષા કરવામાં રાત્રદિવસ જાગૃત ઉભા છે એમ જાણી નશીબવાળા રાજાઓ સદા નિરાંતે સુએ છે. પણ આત્મબળ ઉઅપ્ર આધાર રાખનારા શૂરા અકબરને આ અર્થ કેમ રૂચે? એણે કહ્યું, રાજા સાહેબ આપના જેવા સરદારોની તો એમાં ખૂબી છે, પણ પાદશાહોને માટે એ કાંઇ સારી રાજનીતિ કહેવાય નહિ. એમ કહી અબુલફઝલના સામું જોયું કે તુર્ત તે ચતુર કારભારી બોલ્યો, બંદેનવાજ, દાલડાલનો ફરક મોટામોટા મુનશી પણ ગણતા નથી

  1. મોટા નશીબવાળો ભાગ્યશાળી