પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માટે આપે પણ નજ ગનવો જોઇએ. એમ કહી એણે રાજા મનસિંગના ચરનનો અર્થ આ નીચે પ્રમાણે ઉથલાવી નાખ્યો.

बादशाह बदबख्त[૧]

અબુલફઝલના આ શબ્દ ચાતુર્યથી પાદશાહ વગેરે સઘળાં મન પ્રસન્ન થયાં પણ રાજા માનસિંગને તો બહુજ માઠું લાગ્યું. એ રાજા કાંઇ હાલના જેવો અફીણી કે ગંડુ ન હતો. તે ખબરદાર, વિચારવંત, થોડાબોલો, અને જે બોલે તે પ્રતિપાદન કરી શકે એવો હતો. તેથી આ પ્રમાણે પોતાના બોલનું ખંડન થવાહી તેને ગુસ્સો લાગ્યો અને બોલી ઊઠ્યો કે મારી સમશ્યાપૂર્તિમાં ઉત્તમ રાજનીતિ રહેલી છે અને જો તે આ સભામાં કોઇથી નહિ સમજાતી હોય તો તે સમજાવવા તૈયાર છું. અકબરે જોયું કે માનસિંગને ખોટું લાગ્યું અને તેથી કહ્યું કે રાજાસાહેબને તસ્દી લેવી પડે એ તો ઠીક નહિ. આ સભામાં કો ઈએમના વાક્યનો ગૂઢાર્થ સમજાવો. બધા એકબીજાના મોં તરફ જોવા લાગ્યા. પાદશાહે જગન્નાથ પંડિતભણી નજર કરી એટલામાં બીરબલે હિંમતથી બોલવાનું શરૂ કર્યું. "સાહેબ, એ દુહાનો પ્રસમ્ગ સમજ્યા વિના એની ખૂબી નહિ સમજાય. આપના જેવા એક પ્રતાપી પાદશાહ વિક્રમજિત એક સમે નગરચર્યા જોવા નીકળ્યા. અંધાર પિછાડો ઓઢી શયનગ્રહમાંથી નીકળે છે તેવાજ બારણા આગળ રખવાળોએ "કોણ એ" કરી ગર્જના કરી. તેમજ મહેલની આસપાસ સો સો સુભટો હાથમાં નાગી તરવારો લઇને પહેરો ફરતા હતા તે પણ તેવાજ જાગૃત માલમ પડ્યા. તેથી પોતે અદૃશ્ય થઈને નગરચર્યાએ ચાલ્યા. જ્યાં જુએ ત્યાં ચોકીદારો ખડા ને ખડા. બારે દરવાજે ફરી વળ્યા, પણ કોઈ રખેવાળને ઉંઘતો કે બેઠેલો જોયો નહિ. તેથી તેમણે પ્રસન્ન થઈ બારમા દરવાજા આગળ પહોંચતા પહોંચતા આ પ્રમાણે કહ્યું.

अहो ! रातर जागृत खडे, मम रक्षक महाशक्त</ref>

શબ્દ સાંભળતાજ ત્યામ્ના ચોકીદારો તે શબ્દને અનુસરે તેના ઉઅપ્ર વાઘની પેઠે કુદી પડ્યા, અને કાંડુ ઝાલી બંધન કરવાની તૈયારી કરવા લાગ્યા. હું પાદશાહછું એમ સૂચવવાને માટે ઉપલી લીટી પોતે ફરીથી બોલ્યા. ચોકીદાર સમજ્યા તો ખરા પણ સ્પષ્ટ બોલાવવાને સારૂ તેમણે જવાબ આપ્યો કે:-

यौं कह सुखे सुवे सदा, बादशाह बडबख्त</ref>

મતલબ અમારો પાદશાહ એમ સમજે છે તેથી તો નિરાંતે આ સમે સૂતો હશે અને તમે તો કાંઇ ચોરજ છો. અમારા પાદશાહને પોતાના સરદારોનો આટાલો અનવિશ્વાસ ન હોય એ વ્યંજના કરી પોતાની જ્કાગૃતિઓ બતાવી. વિક્રમ રાજા ખુશ થઇ ગયા અને તેને સભામામ્ બોલાવી સવારે ઘણો શિરપાવ આપ્યો. માટે, મહારાજ, બીરબલે કહ્યું કે, આ રીતે પ્રસંગ સમજતાં આ દુહામાં રાજનીતિનો કાંઇ દોષ આવતો નથી. એમાં સરદારોની ભક્તિ તથા પાદશાહની કદરદાનીજ વર્ણવી છે.

પાદશાહે કહ્યું. શાબાશ ! રાજા સાહેબ, તમારૂં બોલવું બહુ ગૂઢ છે. ઘણાને તો બીરબલ જેવાની સહાયતા વિના ભાગ્યેજ સમજાય. વારૂ હવે કોઇ બીજાને આ સમશ્યા પૂરવાનું મન છે? એ ઉપરથી વિષ્ણુસ્વામી કરીને એક ગોસાંઇ ત્યાં બેઠો હતો તેણે કહ્યું.

  1. ખરાબ નશીબવાળો ભાગ્યશાળી