પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
आस्थारूढहरिभक्त

‘હારી’નું નામ સાંભળી પેલા ઝનૂનુદ્દીન મુલ્લાં કીડવાયા, કોઇ ભલા મુસલમાને કહ્યું કે, હારી કહો કે રામ કહો પણ અર્થા તો અલલાજ થાય છે. વસ્તુ એકછે તો નામને માટે શું કામ લડવું જોઈએ? આ સાંભળતાંજ મુલ્લાંજી હાથથી ગયા. मुझी-ई ! तूं क्या समझता है ? दीनमें वस्तु है ही किधर ? नामकीही सब तकरार है. આ બોલવાથી ઝનૂનુદ્દીનમાં ઝનૂન સિવાય ખરા દીનની કાંઈ સમાજ નહોતી એ સાફ જણાઇ ગયું. અને તેથી શાણા લોકો કાંઇક કંટાળાની સાથે હસી એને તુચ્છ ગણવા લાગ્યા. પણ એના મનમાં તો એ મહા ડહાપણની વાત હતી અને દીનને નામે બાદશાહનું અપમાન કરવું તેને તો એ ગાઝીપણું સમજતો હતો. તેથી બોલ્યો, पादशाह, तुम मूसलामीन है कि काफ़ीर ? अफसोस ! अफसोस ! में अब मेरे जैफ चश्मोंसे [૧] क्या देखता हौ, બીરબલે ઢીમને રહીને જાણે જવાબ દેતો હોય તેમ કહ્યું કે “कुछ नहीं देखता हौ, नहितों हीर दूसरा क्या देखोगे?” બીરબલનું આ ઠૂંસકું સાંભળીને તથા મૂલ્લાં ચશ્મા ચડાવેલી આંખે ડોળાથી આસપાસ રોહોલું રોહોલું જોતાં હતા તે જોઈમે સભામાં ચોપદારથી તે બાદશાહ સુધી સર્વેને ખડખડ હસવું આવ્યું.

એવામાં રાજા તોડરમલ્લ સભામાં આવી પહોંચ્યા. એ હિંદુદિવાન બીજા સભાસદોના જેવોજ ચતુર અને વિદ્વાન હતો, પણ પોતાના મહેનત ભરેલા જમાબંદીના કામમાં એટલો બધો ગુંથાએલો રહેતો હતો કે એને આવી વિદ્યાવિનોદની મંડળીઓમાં આવવાનો ક્વચિતજ અવકાશ મળતો હતો, તેથી બાદશાહે એને વિશેસ આવકાર દીધો, અને અત્યારા સુધી જેટલી સમશ્યાપૂર્તિ થઈ તે કહી સંભળાવીને પૂછ્યું કે રાજા, તમે શું કહો છો? તોડરમાલ્લે પ્રથમ તો પોતાની દીનતા બતાવી આનાકાનીજ કર્યા કીધી, પણ એમ કરતાં જ્યારે વિચારનો પૂરતો વખત મળી રહ્યો ત્યારે નીચે પ્રમાણે ચોથું ચરણ ઊભું કર્યું:-

बालक, भूप, सुभक्त.

અકબરે હસીને કહ્યું કે, દિવાન સાહેબ વિના સર્વાળો કોણ બાંધી આપે? રાજા તોડરમલ્લ, તેમ ખૂબ કરી ! સઘળાની વાતા તારામાં આવી ગઈ, અને કોઈની તકરાર રહી નહિ. જોઇએ, હવે બીરબલ શું કહે છે.બોલ, તારૂં શારદાકર્તા ચરણ શું છે?

બીરબલે નમ્રતાથી ઘણી ઘણી કુર્નિસો બજાવી ઉત્તર આપ્યો કે જનાહપનાહ, જ્યાં આવા આવા વિદ્વાનો ભેળા થાય છે ત્યાં તેમના તેજથી શારદાદેવી અહોનિશ હાજરજ છેઅને તેથી ત્યાં જે નિર્ણય થાય તે કેમ ખોટો હોય? તથાપિ મારૂં ચરણ કાંઈક એથી જૂદું છે. પણ જાજો ફેર નથી. રાજા તોડરમલ્લ સાહેબ “બાલક” કહેચે તેને ઠેકાણે મારા પાઠમાં ‘બાલકું’ છે. બાદશાહે પૂછ્યું, એ બે શબ્દોના અર્થમાં કાંઈ ભેદછે? તોડરમલ્લે જવાબ આપ્યો, નાજી, પણ ‘બાલકું’ એ જૂનું અને કાંઈક વધારે

  1. આંખો