પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જો તેની વાણીમાં રસછે, તો તે રસિક માત્ર છે એટલું જ સિદ્ધ થાય છે. કવિ [૧] તો તેજ કે પોતાના અનુભવ બહારની કથા વર્ણન કરતાં પણ તદ્રુપ રસને દર્શાવી શકે.

આ સમશ્યાપૂર્તિ જે જે લોકોએ કરી છે તેનો નિત્યાનુભવ વિચારી જોશો તો આ મારૂં કહેવું વધારે સમજાશે. વળી બાળકની લીલા અવલોકવી અને તેથી પ્રીતિમાં મસ્ત રહેવું એ માતાનો ધર્મજ છે, તે પ્રેમાણે રાણી સાહેબે વત્સરસ મૂકી આ દુહો પૂરા કર્યો એમાં કાંઇ આશ્ચર્ય નથી. તેમાં જ રાજા માનસિંહ જેવા શૂરા સરદાર પાદશાહના સંરક્ષણ પછાડી મંડી રહ્યા છે તેને એમ લાગે કે અમે છઇએ ત્યાં બાદશાહને કાંઇ પણ ફિકર રાખવાની જરૂર નથી એ સ્વાભાવિક અને નિત્યનુંજ કર્મ છે. અબુલફઝલ જેવા દીવાન જેનું કામ હમેંશા સારી મસલત આપવાનું છે તેને એમજ લાગે કે ગમે એવા સરદાર હોય પણ તેવા ઉયપર ભરોસો રાખી બેસી રહેતો તે “बादशाह बदबख़्त” જ જાણવો. વિશ્ણુસ્વામી ભક્ત છે એટલે એમને પરમેશ્વર ઉપર અચળ આસ્થા રાખવાનું જ સૂઝયું. એ પ્રમાણે એ સર્વ જાણે તો પોત પોતાના નીતિ વ્યવહારની જ વાત કહી – એમાં કાંઇ કવિતા કરી એમ કહેવાય નહિ. તોડરમલ્લ રાજા બડા હિસાબી છે એટલે આ બધાની વાત સાંભળી માત્ર તેનો સર્વાળોજ કરી આપ્યો . પણ બીરબલ જેને એમાંનો એકે અનુભવ નહિ તેણે એ બધાને અનુભવ રસમય વાણીછટાથી દર્શાવ્યો, માટે એ જ કવિ. એની જ વાણી શારદાપ્રેરિત એવો મારો તો અભિપ્રાય છે.

બાદશાહે રાજી થઇ બીરબલને “કવીરાય”નું પદ આપ્યું, અને તે દિવસથી એને એજ નામે બોલાવવા લાગ્યો.


અકબરશાહ અને બીરબલ ભાગ-૬ઠ્ઠો

એક સમે બાદશાહની પાસે બપોરની વેળા ખાસમંડળ બેઠું હતું. તાપ બહુ હતો, કેમકે અશાડ માહનો અધવાર્યો તોએ વર્ષાદ આવ્યો નહોતો. એ તાપને લીધે બધાનું મન કોઇ વાતમાં બરાબર લાગે નહિ, તેથી બાદશાહે કહ્યું કે, આજ તો કોઇ આ બપોરના તાપ વિષેજ કાંઇ કવિતા કરો.

એવામાં કોઇ દૂરના મુલકનો ગામડીઓ ત્યાં આવી પહોંચ્યો. તે પોતાના મુલકના રાજા સામે ફરિયદ કરવા દિલ્હી સુધી આવ્યો હતો. તેણે જાહેર કર્યું કે "સાહેબ, અમારૂં ગામ મૂળથી એને તાબે નથી અને બાપીકાં તો એના બીજાં પણ અમારા મુલકમાં થોડાંજ છે. અમે એના ઇનસાફની કીર્તિ ઘણી સાંભળી કોઇક ચોઘડીએ કબૂલ થયા કે તમને અમારા રાજા પ્રમાણે ગણીશું. બીજા ગામવાળા પણ એમજ સમજી ધીમે ધીમે એને શરણ થયા. બાકી, અસલ અમારાં સ્વતંત્ર મહેવાસી ગામડાં હતાં, પણ અમે વિચાર્યું કે નકામા એક બીજા સાથે લડી મરીએ છૈએ તે એક ધણી કરીએ તો ન થાય. પ્રથમ તો અમારા ધારવા પ્રમાણેજ અમને સુખ મળ્યું, અને અમે ઠાકરડાંએ પોતાનો અધિકાર છોડી દીધો તેને માટે પસ્તાવાનું કાંઇ પણ બન્યું નહિ, પણ હવે તો તે અમને તથા બધી રૈયતને તોબા પોકરાવે છે, ને એ રીતે કહે છે

  1. ઇંગ્રેજીમાં Subjective and Objective Poetry કહેવાય છે તેવો કાંઈ ભેદ પાડી Objective ને ઉત્તમ ગણવી એવો જગન્નાથ પંડીતનો આ ઠેકાણે આશય જણાય છે.