પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કે તમે મારી સમશેરના ગુલામ છો". એતો પોતાની હકીકત બહુ લંબાવવા જતો હતો, પણ અકબરશાહે કહ્યું કે સમજ્યો. કાલ સવારે એક સરદાર લશ્કર લઇને તારી જોડે આવશે, એમ કહી તેને વિદાય કરી બોલ્યો કે આ રાજા રાજનીતિમાં કુશળ પણ કાચો જણાય છે. રાજ મેળવવામાં અને જાળવવામાં બંનેમાં પ્રીતિ અને ઇનસાફની જરૂર છે. જૂલમથી ક્યારે પણ સારૂં ફળ મળતું નથી.

વારૂ, હવે કવિતાતરંગ ચલાવો.

ત્યારે રાજા તોડરમલ્લ બોલ્યા કે આ ગામડીઆ પટેલની હકીકત પણ એ કવિતામાં આવે તો ઠીક. કોઇ જુવાન અમીરે કહ્યું કે મોહોબતવિના તે શાહેરી શી ? આ સાંભળી બાદશાહે કહ્યું કે, આ તો ત્રણ અર્થની કવિતા કરવી પડે એવું કામ થઇ પડ્યું છે.

તે ઉપરથી જરાક વિચાર કરી બીરબલે નીચે પ્રમાણે એકજ દોહરો કહ્યો. અને પછી ઘણી નમ્રતાની સાથે કહ્યું કે ભુલચૂક હશે તો પંડિતરાજ સુધારશે.

कैसा कोमल प्रथमथा ? अब क्यों ऐसा क्रूर ?
में पूजके मस्तक धरा, यही गुना हैं सुर !

જગન્નાથે કહ્યું, સાબાશ છે, બીરબલ, શાબાસ. જે સ્થળે ક્લિષ્ટતા એ દોષ ગણાય નહિ ત્યાં પણ તેં પ્રાસાદિકજ કવિતા કરી. બાદશાહે કહ્યું, રાજા ને સ્ત્રી વિષેના અર્થ તો બરોબર સમજાયા, પણ બપોર વિષે કાંઇ ગુંચવણ રહે છે તે સમજાવો તો ઠીક. તે કરતાં ત્રણે અર્થજ કરો કે કોઇને કાંઇ ભ્રાંતિ રહી જાય નહિ.

તે ઉપરથી પંડિતરાજ બોલ્યા કે પ્રથમ કોમળ અને પછીથી ક્રૂર થયેલા રાજા વિષે તો અર્થ સ્પષ્ટ છે, કેમકે તેની હકીકત પેલા ગામડીઆએ સઘળી બધાના દેખતાં જાહેર કરી છે. હવે હું એ બીજા બે અર્થના પ્રસંગ કહું છું તે સાંભળો. એ ગામડીઆના જેવોજ કોઇ બ્રાહ્મણ સવારે ખેતરમાં જતો હશે. વાટે નદી આગળ સૂર્યોદય થયો તેથી ત્યાંજ સંધ્યાવંદન કરી લીધું. પછી ખેતરે જઇ કામે મંડ્યો. એમ કરતાં બપોર થવા આવ્યા. ઉન્હાળાના આજના જેવાજ દહાડા, જમીન ખરી ખાંગડ થઈ ગએલી, ખેતરમાં લીલું તરણું પણ મળે નહિ, જ્યાં જોય ત્યાં આંખે ઝાંઝવાં વળે, અને માથા ઊપર ખરા બપોરનો સૂરજ તપી રહેલો. તેથી તે છેક કંટાળી ગયો અને સૂર્યને કહેવા લાગ્યો કે "તમે સવારમાં કેવા કોમળ હતા અને હમણા આટલા બધા કરડા કેમ થઇ ગયા છો ? મ્હેં તમારો કાંઇપણ અપરાધ કર્યો નથી. મારા નિત્યમાં હું કાંઈ ચૂક્યો નથી, પણ ભૂલ્યો ! એજ મારો અપરાધ કે મ્હેં તમારૂં પૂજન કરી માગી લીધું કે તમે મારે માથે સદા બિરાજમાન રહેજો, તેથી જ તમે મારે માથે ચઢી બેઠા છો અને તેથી આ દુઃખ હું પામું છું" એ પ્રમાણે પેલો ભોળો પણ તપી ગએલો ગામડીઓ બોલે એમાં કાંઇ આશ્ચર્ય નથી.

સ્ત્રીપક્ષે એનો અર્થ ખંડિતા નાયિકા ઉપર લાગુ પડે છે. ત્યાં "મ્હેં પૂજન કરીને માથા ઉપર ધારણ કર્યો" એનો લાક્ષણિક અર્થ એવો સમજવો કે અપૂર્વ પ્રેમ રાખ્યો અને માથાના મુગટ ગણ્યા. બાકી બધું તો સરળ છે. તે પોતાના પ્રીતમનો પૂર્વાનુરાગ