પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સંભારી તેને પાછો ઠેકાણે આણવાની તજવીજ કરે છે તેથી તે વાણીવિદગ્ધાધીરા છે એમ પણ ઓળખાઇ આવે છે.

કોઇએ પૂછ્યું કે એમાં તો સૂર શબ્દ એ સામાન્યજ સંબોધન મૂક્યું છે તેથી એ અર્થ બધાને કેમ લાગુ પડે. જગન્નાથે કહ્યું કે ઉપર અર્થનો શ્લેષાલંકાર હતો તેમ અહિયાં શબ્દનો છે. સૂર શબ્દના ત્રણ અર્થ ભાષામાં થાય છેઃ-દેવ, સૂર્ય અને શૂરો. સૂર્યપક્ષે સૂર્ય અર્થજ લેવો. નાયિકા પક્ષે દેવ એ અર્થ લેવો. રાજાને બાહાદુર વક્રોક્તિમાં કહ્યો.-મતલબ તો એ કે તું ક્ષત્રીધર્મ પ્રમાણે વર્તતો નથી.

મુલ્લાં ઝનૂનુદ્દીન બેઠા બેઠા ક્યારનું કાંઇ છીંડું શોધ્યા કરતા હતા પણ કાંઇ જડ્યું નહિ ત્યારે ઉપલેકજ દોષ કાઢ્યો કે એમાં તો હરમની મોહોબતનું બ્યાન કરવું ખરા મુસલમાનને સજાવર છે. આ સાંભળી બધાને નવાઇ લાગી અને તેનું વિશેષ કારણ તો એ કે મુલ્લાં સાહેબને પોતાની મોરદાર બાનુ સાથ બનતુંજ નહોતું. રોજ લડાલડી અને મારામારી ચાલતી.

બીરબલે કહ્યું, મુલ્લાં સાહેબ, એમાં મોરદાર બાનુનીજ મોહોબતનું બ્યાન છે. કોઇ આપ જેવા કાબેલ મોલવી શાદી કરવા નીકળેલા ત્યારે બીબીને બહુ મીઠા મીઠા બોલીને રીઝવેલી. તમે કહેશો કે મશ્કરી કરે છે, પણ મુસલમાન વિના આ હ્ગકીકત કોઇને લાગુજ પડે નહિ કેમકે અમારામાંતો નાનપણથીજ માબાપજ ઢીંગલાઢીગલીને પરણાવી દે છે. પછી તે બીબીને તો મુલ્લાં સાઅહેબ દુઃખ દેવા લાગ્યા ત્યારે તે બિચારીએ તેને નામે પ્રમાણે છેડો વાળ્યો. "માથા ઉપર ધારણ કરવું" એ બોલ વિવાહિત સ્ત્રીનેજ શોભે, પરકીયા તો હૃદયમાં ધારણ કરે. વળી તેનામાં એટલી દીન ભક્તિ હોય નહિ.

આ સાંભળી બધા રાજી થયા. અકબરે કહ્યું, થેં તો માંહેથી ચોથી આડકથા પણ કાઢી. બધા ઝનૂનુદ્દીનની સામું જોઈ રૂમાલમાં હસવા લાગ્યા. પછી બાદશાહે જગન્નાથ પંડિતને પૂછ્યું કે તમારો સ્વકીયા પરકીયા વિષે શો વિચાર છે.

જગન્નાથે કહ્યું કે સ્વકીયાપ્રીતિ એ સંસ્કૃત એટલે સંસ્કારયુક્ત છે, અને પરકીયાપ્રીતિ તો પ્રાકૃત એટલે માત્ર પ્રકૃતિનેજ અનુસરતી છે. બાદ્શાહે પૂછ્યું એ તો ખરૂં, પણ એ બંનેના સુખમાં શો ફેર છે. "સંસ્કૃત પ્રાકૃત ક્રિયાઓના પરિણામમાં ફેર છે તેટલોજ." એમ કહી જગન્નાથ નીચેનો દોહરો ભણ્યા:

संस्कृतस्वक्यास्नेहसुख, अचल शौचकर शांत;
प्राकृतपरकीयप्रीतिपुनी, अचर सोचकर सात.

આ દુહાના શબ્દ તો કાંઇ કઠિણ નહોતા, પણ તેના અર્થમાં ઘણો વ્યંગ હોવાને લીધે બધાથી તેનો ભાવાર્થ સમજાયો નહિ. માટે બીરબલે તે સ્ફૂટ કરીને સમજાવ્યો. પંડિતરાજ કહે છે કે સ્વકીયાના સ્નેહનું સુખ સંસ્કૃત હોવાથી તે કેવું છે, તો કે અચળ શૌચકર કહેતાં પવિત્ર કરનારૂં, અને શાંત એટલે ઉદ્વેગ કે ચિંતા વિનાનું; પરકીયાની પ્રીતિ પણ એવીજ છે, પરંતુ પ્રકૃત હોવાથી તેના ગુણ પણ પ્રાકત થઈ જાય છે, એટલે અચળને ઠેકાણે અચર કહેતાં આચરવા યોગ્ય નહિ, સોચકર એટલે દુઃખ ઉત્પન્ન