પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

१ मतंगी लोहितांगसी. २ शंखिनि शनि निःशंक,
३ चित्रिनि चित्तहर शुक्रसम, पद्मिनि पूर्न मयंक.

એક વેળા સભામાં પાદશાહે પૂછ્યું કે મરનારની તિથિએ જમવા જમાડવાનો ધારો હિંદુઓમાં શા ઉપરથી નીકળ્યો હશે ? કોઈએ કહ્યું કે મરણતિથિ યાદ રાખવાની રીત મુસલમાન વગેરે બધી કોમમાં સામાન્યજ છે. એ રીતે સૌ સૌએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યાં, પણ પાદશાહના મનનું સમાધાન થયું નહિ. એ કહે કે એથી તો માણસનો જન્મદિવસ યાદ રાખવો બહેતર છે. બીરબલે ઠાઉકા રહીને ઉત્તર આપ્યો કે, સાહેબ, જ્ઞાનીઓની શીખામણજ છે કે-

जन तुं अपने जन्मदिन, करले उच्छव आप;
मरनदिन तौ सबही मिल, लड्डु खायगे बाप.

પાદશાહે કહ્યું કોઇ માણસના મરણને દિવસે ઉત્સવ કરવો એ બહુ નઠારૂં. બીરબલે હસીને કહ્યું, મહારાજ, સંસાર બહુ જ્ઞાની છે અને તેથી જગતનું પાપ ગયું એ જાણી તેના મરણથી હરખાય છે. વિચાર કરો કે-

आया कछु लाया नहि, गया गया जग रोग;
एसे जनके मरन दिन, बिन कहा सुमरन जोग.

જે માણસ જગતમાં આવ્યો ત્યારે કાંઇ પોતાની સાથે લાવ્યો નથી અને ગયો ત્યારે બધાને એમ લાગ્યું કે જગતનું પાપ ગયું, તેવા માણસની મરણતિથી સિવાય બીજું યાદ રાખવા જોગ શું છે ? અર્થાત્ઃ-એવા માણસનું મરણ એજ જગતને લાભકારી છે, અને તેથી તે દિવસનેજ તેઓ મમતાથી યાદ રાખે છે.

જગન્નાથ પંડિત બોલ્યા કે જગત મહાપુરૂષનો તો જન્મદિવસજ યાદ રાખે છે, પણ એવા મહાપુરૂષો થવા મુશ્કિલ તેથી સંસારનો વ્યવહાર મરણ તિથિજ યાદ રાખવાનો દીસે છે.

उच्छव सबके मरन दिन, निज घरमेंही होय;
जगमें उच्छव जन्मदिन, एसा बिरला कोय.

એ ઉપરથી મહાપુરૂષો વિષે વાત ચાલી. બાદશાહ કહે વ્યાજબી છે કે જેના જન્મથી જગતને લાભ થાય તેનોજ જન્મદિવસ યાદ આણે. જીવ્યું તો એવા માણસનું પ્રમાણ છે.

બીરબલ-અને બીજા માણસનું મરવુંજ પ્રમાણ છે.

અકબરશાહે કહ્યું, પંડિતરાજ, એવા મહાપુરૂષો વિરલાજ નીકળી આવે છે તેનું શું કારણ ? જગન્નાથે જવાબ આપ્યો, આખા જગતનું પ્રિય માણસથી શી રીતે થઇ શકે ? કોઇપણ એવા નીકળી આવેછે એજ નવાઇ જાણવી. ઘણોખરો સંસાર તો પોતાનો સ્વર્થ સાધવા પાછળજ મંડેલો છે, અને તેમાં રાતદહાડો મરી મથે છે તોપણ મનમાનતી રીતે તે સાધી શકતો નથી. હજારમાં ભાગ્યે એક એવો નિકળે છે કે પોતાના પંડનો સ્વાર્થ સાધતો થકો પોતાના કુળની ઉન્નતિ બાબત પણ કાંઇ ફિકર રાખે છે, અને એવી ફિકર રાખે છે, અને એવી ફિકર રાખનારા હજારમાંથી એકજ ભાગ્યે તેમ કરવાને શક્તિમાન થાય છે. જો કુળદીપક