પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થવુંજ એ પ્રમાણે આટલું દુર્લભ છે, તો દેશદીપક થવું એ કેટલું દુર્લભ હોવું જોઇએ ? ભરતખંડમાંથી દેશદીપકપણાની તો આ કળિયુગમાં બુદ્ધિ જતી રહી છે અને તેથીઆવી શૂદ્રતાને પામ્યા છઇએ, પણ એ તો દેશદીપકપણાની વાત થઇ. આખા જગતનું કલ્યાણ કરે એવાં મહા કર્તવ્યકર્મવાળા પુરૂષો તો એથી પણ પર જાણવા.

कुलदिपक होना कठिन, देशदीपक दुर्लभ;
जगदीपअ जगदीशको, अंश मनुष्य अलभ्य.

જગન્નાથ પંડિત આ પ્રમાણે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા તે ઝનૂનુદ્દીનથી ખમી શકાયું નહિ. તેથી તે જગન્નાથની નિંદા કરી ગાળો દેવા લાગ્યો. પાદશાહે કહ્યું પંડિતરાજ, તમારે એ જૈફ મુલ્લાંના બોલવા તરફ જોવું નહિ. તે ઉપરથી પેલા જોશીએ નીચલો દુહો કહી બધાનાં મન રંજન કર્યો.

लगत जगतमे नहि कदा, गुनिको गाली साच;
शशि शशांक मृगांक सब, शब्द सुधाकर वाच्य.

અર્થઃ- કોઇ ગમે એટલી નિંદા કરે પણ જે ગુણવાને છે તેને ખરેખર લાગતી નથી. જેમકે ચંદ્રમાને કોઇ દ્વેષભાવથી સસલાવાળો કે સસલાંની છાપવાળો એમ કહે અને એ કહેવું ખરૂં છે તોપણ જગતમાં તેને તે ગાળ છે એમ સમજવાનુંજ નહિ, અને લોકો તો એ ગાળના શબ્દો તે પણ સુધાકર વાચ્યજ ગણવાના, કેમકે તેમાં સૌંદર્ય શીતલતાદિક સારા ગુણો રહેલા છે. મતલબ કે જેમ શશી, શંશાંક વગેરે શબ્દો ખરૂં જોતાં ચંદ્રની નિંદાનાજ છે તોપણ રૂઢિમાં સ્તુતિનાજ સમજાય છે, તેમ મોટા ગુણવાનની કોઇ નિંદા કરે છે તોપણ તે તેને લાગતી નથી.

આ સાંભળી આખી સભા પ્રસન્ન થઇ. જગન્નાથ પંડિતને ઝનૂનુદ્દીન ઉપર કાંઇ રીસ ચડવા આવી હતી તે આ કાવ્યચમત્કૃતિથી ઉતરી ગઇ અને કહ્યું કે જોશીબાવાએ સારી કવિતા કરી. કાવ્યશાસ્ત્રનો પણ એવોજ ન્યાય છેઃ

दोषदर्शी गुनअंधको, गिन गुनी अधम अभाग;
शर्द सुधाकर शुद्धमे, सस शोधत रस त्याग.

બીરબલે કહ્યું પંડિતરાજે ખરેખરો સપોટ મૂર્ખ ટીકા કરનારની ઉપર આ ઠેકાણે લગાવ્યો છે. કેટલાક ટીકાકાર સ્વભાવથીજ એવા રસશૂન્ય હોય છે કે આંધળો જો મેઘ ધનુષ્યની શોભા દેખે તો તેનાથી કવ્યની ખૂબી દેખાય. એવા અંધત્વના કારણથી તેને ખરા કવિઓની નિંદાજ સૂઝે છે. આ વ્યાકરણ વિરુદ્ધ થયું, આ રૂઢિ વિરુદ્ધ ગયું, આ નીતીનો દોષ થયો, એમજ તેઓ છીંડાં શોધે છે. આવા લવારાને કાવ્યશાસ્ત્રના ખરેખરા જાણ હોય છે તેતો ગણકારતાજ નથી, પણ બુદ્ધિમાન કવિઓને ક્ષોભ થાય છે. પરંતુ તેમ ન થાય તેને માટે આ દુહામાં સારો બોધ કર્યો છે. અર્થ- જે દોષજ દેખે છે અને ગુણ જોવામાં કેવળ આંધળોજ છે તેને, ઓ ગુણીજન, તું અધમ ને અભાગીઓજ ગણ. મતલબ કે એવા ટીકાકાર ઉપર ચીડવું કે ખીજાવું નહિ પણ ઉલટું તેનું રસમાં પામરપણું જોઇને તેના પર દયા કરવી જોઈએ. એવા મૂર્ખ ટીકાકાર કોના જેવા છે તો કે કોઇ મૂર્ખે એમ સાંભળ્યું હશે કે ચંદ્રમામાં સસલાનો