પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આકાર દેખાય છે. તે ઉપરથી શરદઋતુમાં પૂર્ણ ચંદ્ર પ્રકાશી રહ્યો છે તે વેળા ચાંદનીની મઝા લેવાને બદલે તેમાં સસલું ક્યાં છે તેજ શોધવા લાગ્યો, તેવીજ રીતે મૂર્ખ ટીકાકાર પણ વર્તે છે-રસ છોડીને સસલારૂપી અલ્પદોષ શોધવાને દોડે છે, કેમકે એની આંખે રસ તો દેખાતોજ નથી.

અકબરશાહ અને બીરબલ ભાગ-૭મો


બીરબલ ઉપર બાદશાહની પ્રીતિ દિનપરદિન વધતીજ ચાલી. જેમ જેમ સહવાસ વધારે થવા લાગ્યો તેમ તેમ એ કવિતા તરંગની સાથે વ્યવહારી કામમાંપણ કુશળ, તર્કબાજ અને ચતુર માલુમ પડ્યો. કોઈ પણ વાતનો તોડ કાઢી આપતાં એને વાર લાગે નહિ. અકબરે પ્રસન્ન થઇ એને સુબાગીરી બક્ષી. આ સાંભળી અદેખા દરબારીઓ રાજી થયા અને જાણ્યું કે ટાઢે પાણીએ ખસ ગઇ. પણ આટલાથીજ તેઓ ન ધરાતા સાચી જુઠી બાતમીઓ મેળાવી હજુરમાં હજારો ખટપટ કરવા લાગ્યા.

પણ બીરબલ સો ખટપટીને પૂરો પડે એવો હતો. તેમના કાવત્રાની એને રજેરજ ખબર પડતી. લાંચ ખાય છે, ઉચાપત કરે છે,જુલમ કરે છે એવા ગાંડા ગાંડા અપવાદ સાંભળી એને હસવું આવતું, કેમકે એ જાતે ચોખ્ખો હતો. તેઓ એ વાતની ચુગલી કર્યા વિના પણ રહ્યા નહિ કે બીરબલપોતાના જાતભાઇ નાગરોનેજ બધે વર્તાવે છે. આ આરોપ કેટલેક દરજ્જે ખરો હતો, અને તેથી એ બાબત તેઓ બાદશાહના દરરોજ કાન ભરવા લાગ્યા. બીરબલને આ આરોપની ખબર પડતાં બહુજ ખુશી થયો અને પહેલાં કરતાં પણ પોતાની નાતના ઉપર વધારે છચોક મહેરબાની રાખવા લાગ્યો. એક દહાડો પ્રદોષની પૂજામાં બેઠો હતો તે વેળા કોઈ બ્રાહ્મણ બીચે પ્રમાણે ટહેલ નાકહ્તો આવ્યો તેને માન સન્માન આપી કચેરી એકઠી કરીને જાહેર રીતે જ ન્યાલ કરી નાખ્યો.

सागरको जल सोस घर, जा घरमें ज्यों तोष;[૧]
नागरके भर कोष रु, गागर गरीब प्रदोष.

અર્થ:-દરબાર રૂપી સમુદ્રનાં પાણી તું શોષી લઈને જા, તારા ઘરમાં ભર્યાય તેટલાં ભર (કેમકે તે કાંઈ ખૂટવાના નથી.) નાગર લોકોના ભંડાર ભર, અને હું એક ગરીબની આ એક ગાગર તું પ્રદોષની વેળા ભરી આપ.

આ વાતની બાદશાહ આગળ ફર્યાદ જતાં તેને પણ લાગ્યુંકે આતો હવે છેક ફાટ્યો, અને તેથી એને હજુરમાં એકદમ બોલાવવાનો હુકમ કર્યો. શત્રુઓ હરખાવા લાગ્યા. બીરબલતો ધારતો જ હતો કે મને બોલાવશે. તેથી તે દોડમાર કરતો જાણે લગનમાં જતો હોય તેમ ખુશીની સાથે દિલ્હી આવી પહોંચ્યો, અને આવ્યો તેવો જ દરબારમાં ગયો. ત્યાં આટલો વહેલો આવેલો જોઇ બધા આશ્ચર્ય પામ્યા. એ તૂર્ત તખ્ત આગળ જઇને નમ્યો. અકબર તો એના મોં સામુંજ જોઇ રહ્યો અને વિચારમાં પડ્યો કે ગુન્હેગાર હોય તો આ પ્રમાણે હસતું નિર્દોષ મોં રહે નહી. બીરબલ પણ કાંઈ બોલ્યા ચાલ્યા વિના ઘૂંટણીએ પડ્યો હતો તે પ્રમાણેજ બાદશાહની સામું જોઇને ઉભો રહ્યો.

  1. સંતોષ, મન ધરાય ત્યાં સુધી