પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તો શુકન જોવામાં કાઢી. પણ પછીથી સમજ્યો કે દિલ્લી જેવું ઘીચ વસ્તીવાળું શહેર જ્યાં સો સારા અને સો માઠા શુકન એક પલકમાં આવી જાય ત્યાં શુકન જોવા ઉભા રહેવું એ કાંઇજ કામનું નથી. નગરવાસથી જે વિચારમાં સુધારો થાયછે તેના આ પ્રમાણે ગણપતિ બેઠા; અને બીરબલ વગર શુકને આગળ ચાલ્યો. આ રીતે નિભ્રાંત પગલું મૂક્યું કે તુર્તજ સામી એક સવચ્છી ગાય મળી અને પાછળથી બંદૂકના ભડાકા જેવી ત્રણ છીંકો થઈ. આથી એ જરા ખંચાયોતો ખરો પણ ફિકર નહિ એમ કહી પોતાને રસ્તે પડ્યો. વાટે અત્તરીઆની દુકાનેથી ભાતભાતના અત્તર લઈ રૂમાલમાં નાંખ્યા, અને કોથળીમાં કેટલા દામ શિલક રહ્યાં છે તેનો જરા પણ વિચાર કર્યો નહિ. એના મનમાં નિશ્ચય હતો કે પાદશાહની મુલાકાત થઈ કે તેની પ્રીતિ થતાં વાર નથી અને એમ થયું તો પછી પૈસો એ શી ચીજ છે. પણ રાજ મહેલ આગળ પહોંચતા એને એક અણધાર્યું વિધ્ન નડ્યું. દરવાને એને બાતમી આપી હતી ખરી, અને બીરબલની વાણીથી મોહિત પણ થઈ ગયો હતો ખરો, તોપણ તે પોતાની દસ્તુરીવિના નવા ઉમેદવારને દાખલ કરે એવો કાંઈ કાચો નહતો. દસ્તુરી કહો, પાનસોપારી કહો, કે ચેરીમેરી કહો, પણ અમીરોના દિવાનખાનામાં પેસવાનો ખરો પરવાનો એજ છે. બધાને મળવાને માટે મોટો કામદાર ગમે એટાલો આતુર હોય તોપણ દરવાનના હાથ પૂજ્યા વિના કોઇ પણ તેની રૂબરૂ પહોંચી શકતો નથી. બીરબલની વ્યવહારબુદ્ધિ જન્મથીજ અસાધારણ હતી તેથી તે પોતાની ગણત્રીમાં આ વાત ભૂલી ગયો નહોતો, પણ પાદશાહના દ્વારપાળ જોગું એની પસે કાંઈ આપવાનું હતું નહિ, અને તેથી એણે તેને કહ્યું કે મને આજની મુલાકાતે જે મળાશે તે બધું હું તને આપીશ. આ સાંભળી બુઢ્ઢો દરવાન ખડખડ હસી પડ્યો, અને બોલ્યો કે બીરબલ તું બડો બેવકૂફ દેખાય છે કે મને તું બેવકુફ ધારે છે. હજારો દરબારમાં ધક્કા ખાઈ પાયમાલ થઇ પાછા ચાલ્યા જાય છે અને એમની ઉમેદ જરાપણ પાર પડતી નથી. તું કહે છે એવા જો કરાર કરવા હું બેસું તો મારાં છોકરાં ભૂખે મરે. ભાઈ, અમે તો રોકડીઆ, અમને અમારી દસ્તુરી આપો અને પછી તમારા કિસ્મતમાં હોય તે તમે પામો. અમારે એ વાતની કાંઈ પણ લલુતા નથી. બીરબલે બહુએ જુક્તિ કરી, કાલાવાલા કર્યા. અને બહુએ આડાઅવળા પાસા નાખ્યા, પણ તેથી કાંઈ પેલો ડગ્યો નહિ. આખરે બીરબલે કહ્યું કે મને અંદર જવા નહિ દેતો ફિકર નહિ, પણ આ કાગળ ઉપર હું દૂહો લખી આપુંછું તે પાદશાહને પહોંચાડી આવ; આ સાંભળી દરવાન તો છેક રાતો પીળોજ થઈ ગયો, ને તે કાગળ હાથમાંથી ઝુંટી ચાર કકડા કરી પાસે હોજ હતો તેમાં ફેંકી દીધો, અને એને કે ધક્કો મારી દૂર હાંકી મૂક્યો. બીરબલે બહુએ પોકાર કર્યો પણ કોણ સાંભળે ? આ ઉપરથી એ જગા ઉજ્જડ હતી એમ સમજશો નહિ. હજારો ઘોડીની ત્યાં ઠઠ મચી રહી હતી એ પહેરેગીરો પહેરો ફરી રહ્યાં હતા. પણ કોની તાગાદ કે પાદશાહી દરવાનને કાંઇ કહી શકે? પહેરેગીરોએ સાંભળ્યું તેનું ફળ તો એ થયું કે એનો હાથ પકડી મહેલથી અગાડી દૂર તેમાંનો એક એને પહોંચાડી આવ્યો અને કહ્યું જો આવું ધાંધલ ફરીથી મચાવીશ તો તને પકડીને તુરંગમાંજ ઘાલીશું. રજા વિના હજુરમાં જવાય ?

આ બનાવથી બીરબલની સઘળી આશાઓ પડી ભાગી. જ્યાં શાહની સન્મુખ