પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આખએ અકબરે કહ્યું કે આટલો તાપ છતાં તારૂં મ્હોં કેમ સુકાયું નથી. તે વેળા ખરો ઉન્હાળો ચાલતો હતો, અને તેથી આ પૂછવું યોગ્ય જ હતું પન બીરબલ સમજી ગયો, અને બોલ્યો કે મારા ગુરૂ જનોની આ પ્રમાણે જ શીખામણ છે.

दुखमेंसे सुख होत हैं, डर मत देखहि दुःख;
जितना दुःखहि तापको, तितनो वृष्टिसुख.

એક ડોસો ચાલુ મામલાથી અજાણ્યો હતો. તેને આ દુહો સાંભળી કહ્યું કે ખરી વાત છે કે જેમ તાપ વધારે તેમ વરસાદ પણ વધારે.પણ બીજા બધાનું ચિત્ત તો બીરબલનું શું થાય્છે તે તર્ફ હતું, તેથી એ સાહિત્ય વિષે કાંઇ પણ ચર્ચા ચાલી નહિ. એની આ બેપરવાહી જોઇ દુશમનોના હોશ ને કોશજ ઉડી ગયા, અને મનમાંતો ખાત્રી થઇ કે આપણે એને પહોંચવાના નથી. તોપન હિંમત તો હારવી નહિ એમ ધારી એક જણે કળે કળે પેલી ટહેલની વાત કહાડી. બીરબલે ધીમે રહીને ભોળો હોય તેમ બધી વાત કબુલ કરી : એણે કહ્યું તે બિચારો બ્રાહ્મણ છોકરી પરણાવવાને માટે ગાગર લઇને બપોરનો રખડતો હતો, અને મને એ વાતની ખબર થતાં મારાથી બન્યુમ્ તેટલું આપ્યું. એ ટહેલની ખૂબી એવી હતી કે હું જો શ્રીમંત હોત તો મોહોરને ઠેકાણે હીરાથી એ ગાગર ભરી આપત. કોઇએ અજાણ્યા થઈ તેટહેલ શી હતી એમ પૂછ્યું ત્યારે એણે ખુશીથી દિહો ભણી બતોવ્યો.

सागरको जल सोस घर, जा घरमें ज्यौं तोष;
नागरके भर कोष रु, गागर गरीब प्रदोष.

કાવત્રાખોરોએ ધાર્યું કે હવે એ ઝખ મારેછે. તેઓ બોલી ઉઠ્યા કે જહાંપનાહ, બીરબલના મ્હોંની જ કબુલાત આવી ચૂકી. હવે આપ ધણી છો ચાહે તે કરો. અકબરનો ગુસ્સો પણ આ દેખીતું બેહયાપણું જોઇને જાગૃત થયો. તે છતાં તે તે ન બતાવતાં ગંભીરાઇથી એટલું જ કહ્યું કે બીરબલ, તને આ ટહેલમાં શો ચમત્કાર લાગ્યો કે તું તે પર આટલો ફિદા થઇ ગયો છે.

બીરબલ બોલ્યો, મારી કસમજ પ્રમાણે જે મને સૂઝેછે તે કહ્ય્ંછું. આપ જાણોછો કે ઉન્હાલમાં તાપ પડેછે તેના જોરથી સાગરના પાણીની વરાળ થઇને ઊંચે ચડેછે અને તેનાં વાદળ થાયછે. એ પાછાં પૃથ્વી ઉપર પડે છે ત્યારે વરસાદ કહેવાય છે. એ ઉપર આ સાહિત્ય છે. બપોરે બહુ તાપ પડતો હશે તે વેળા કોઈ કવિએ સૂર્યને આ પ્રમાણે કહ્યું. તું તપે છે. તેથી વધારે તપ. જા, તારી મર્જીમાં આવે તેટલું સમુદ્રનું પાણી સોસી લઇને તારા ઘરમાં (વાદળમાં) ભર, પણ સાંજને સમે નાગર નામ નગરવાસીઓના કોષ કહેતાં ટાંકાઓ ભરી નાંખજે, અને હું ગરીબતો બારણે એક આ ગાગર મૂકી છાંડીશ તે ભરી આપજે એટલે થયું. પ્રદોષ કહેવાનું કારણ એ કે વરસાદ આવવાનો વખત ઘણું કરી સાંજજ છે.

આ સાંભળી બધા દિંગ થઇ ગયા. ખટપટીઆનાં મ્હોંતો કાળામેશ જેવા દેખાયા, અને નીચેથી ઉંચું જોઇ શક્યા નહિ. અકબરશાહ અણ સાનંદાશ્ચર્યથી બીરબલની સામું જોઇ રહ્યા અને આંખામાં અપૂર્વ વહાલ ઝલકી ઉઠ્યું.