પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પછી બીરબલે કહ્યું કે હું તો એનો અર્થ આ પ્રમાણે સમજાવુંછું. કોઇએ બીજો અર્થ આપને કહી બતાવ્યો હોયતો તે બોલે પણ કોણ જવાબ દે? કોઇના મ્હોમ્માંથી એકે અક્ષર નીકળ્યો નહિ. ત્યારે બીરબલે બાદશાહને પગે પડી કાંઇક માઠું લાગ્યું હોય તેવી રીતે કહ્યું કે સાહેબ આ બેવકૂફ ચૂગલીખોરોએ મારે વાસ્તે જે જે વાતો ભરાવી છે તે હું જાણુંછું આ દોહરાઓ અર્થ એ મૂર્ખાઓ શું કરે છે તે મેં સાંભળ્યો છે, પણ એ અર્થમાં શી ભલીવારી છે? મને નવાઇ લાગે છે કે આપે પણ એ બેવકૂફોનું કહ્યું કેમ ખરૂં માન્યું. બંદેનવાજ વિચાર કરો, જું જો એવો ઘર ભરનારો અને વગવસીલાજ ચલાવનારો હોઊં તો એવો આરોપ મૂકનારને હું જાહેર રીતે ઇનામ પણ આપું? ચોર હોય તેતો વધારે સતો થાય.

બાદશાહે કહ્યું કે, બસ બીરબલ, હવે તું એ વિષે વધારે બોલજ નહિ. મારી ખાત્રી થૈ કે તું બેગુનાહ છે. પણ તું આવ્યો તો સારું થયું કેમકે મને તારા વિના ગમતું નહોતું. બીરબલે કહ્યું કે સાહેબની તો મારા ઉપર સદા મહેરબાનીજ છે, પણ આ ખટપટીઓએ મારા ઉપર બીજા પણ આળ મૂક્યા છે તેની તપાસ થવી જોઇએ. તેઓએ સાહેદીપૂરાવા ભેગા કર્યા છે તે હાલના હાલ જોવા જોઇએ.

બાદશાહે તો કહ્યું કે તેની જવે કાંઇ જરૂર નથી. પણ બીરબલનો આગ્રહ જોઈ તેઓને કહ્યું કે તમે સાહેદીપૂરાવાનું કહેતા હતા તે બતાવો. તેમનાં તો હાંજજ નરમ થઇ ગયા હતા. તેઓએ ઘણાંએ ગલ્લાંતલ્લાં માર્યા, અને બાનાં કાઢ્યાં કે લોકને કહે અમે ભમાયા હતા પણ બીરબલે તેમને છટકવા દીધા નહિ. પોતાની રૈયતમાનો એક વાણીઓ ત્યાં બેઠો હતો તેની તર્ફ આંગળી કરીને કહ્યું કે આ લુચ્ચાને અહિયાં કેમ આણ્યો છે? એની શી ફરિયાદ છે? તે તો હાથમાંથી કાછડી લઈને ધ્રુજતે ધ્રુજતે બોલ્યો કે બાપજી કાંઇ નહિ. બાપજી કાંઇ નહિ, તમેતો માબાપ! મા બાપ છો! મારા માબાપ! મારી સાત પેઢીના માબાપ! આ દેખાવથી આખી કચેરીને ઠીક રમુજ થઇ. પણ જે કારભારીએ તેને ચડાવી રજૂ કર્યો હતો તેનું નામ દઇ બીરબલે કહ્યું કે, મિંયાસાહેબ, એ હેમકને તો બોલવાનું કાંઇ ભાન નથી પણ આપે હજૂરને ખાનગીમાં કહ્યું હતું તેમ જાહેરમાં કહી સંભળાવો કે મારી તર્ફનો કાંઈ ખુલાસો હોય તે આપું. એ મિયાંએ ઉડાવવાનું તો બહુ કર્યું, પણ ચાલ્યું નહિ. બાદશાહે જાતે જ પૂછ્યું કે એને કેદમાં નાખી બીરબલ કેટલા રૂપિયા ખાઈ ગયો છે? હવાબ દીધો કે દશેક હજાર રૂપિયા કાંઇ કહેતો હતો ખરો. બીરબલે કહ્યું એમ નહિ. બરાબર આંકડો જોઇએ. વાણીયા, ગભરાઇશમા. તને બરાબર યાદ હશે તેથી તુંજ બોલ. તેણે કહ્યું કે અગીયાર હજાર રૂપિયા ૯ આના અને ૯ દોકડા, બીરબલે કહ્યું, બરાબર, પણ મિંયાસાહેબ એ રૂપિયા હું ખાઇ ગયો તેનો શો પુરાવો? એમ કહી પોતાનાં બધાં દફતર જોડે આણ્યાં હતાં તેમાંથી દિલ્હીનું ખાતું મંગાવી પાદાશાહને કહ્યું કે, સાહેબ, જુઓ એ રકમ રીશેરેશ મ્હેં જમે આપીછે. ખરી? રાજા ટોડરમલ્લ તર્ફ જોઈ કહ્યું કે દિવાનજી, હજુરમાંથી દફતર મંગાવી તપાસો કે તેમાં એ રકમ જમે આવી છે કે નહિ તે માલમ પડશે. તેમ કરતાં બીરબલ કેવળ નિર્દોષ ઠર્યો અને પેલા ચાડીયાને લાખ દામ દંડ તથા વાણીયાને ગધેડાની સ્વારી મળી.