પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ રીતે બીરબલની સામે જે તર્કટ ઉભું થયું હતું તે તદ્દન તૂટી પડ્યું, અને પાદશાહની મહેરબાની હતી તેથી પણ વિશેષ થઇ. બધા દરબારીઓ બીરબલની ભલાઈના વખાન કરવા લાગ્યા, અને બોલ્યા કે અમે તો અગાઉથી જ જાણતા હતા કે બીરબલ એવું કામ કરે નહિ. ખટપટમાં જેનાં નામ ખુલ્લાં પડ્યાં હતાં તેમણે તો ધીમે ધીમ ઉઠીને કાળું જ કરવા માંડ્યું. એમ કરતાં કરતાં છેક રાજા ટોડરમલ્લ, ફૈઝી, અબુલ ફઝલ, જગન્નાથ પંડિત વગેરે ખાસ વિદ્વાન મંડળ જ રહ્યું અને તે તો સર્વે બીરબલના મિત્ર જ હતા. ત્યારે પાદશાહે હસીને કહ્યું કે, બીરબલ ત્હેં બધાનો વહેમ દૂર કર્યો, પણ મને તો એમાં બધું તારૂં તર્કટ ભાસે છે. જગન્નાથરાય, આ દુહો તમે કોનો બનાવેલો ધારો છો? જગન્નાથે જવાબ આપ્યો કે જગતમાં એવી કવિતા કરે એવો કાળિદાસ કે બીરબલ વિના બીજો કોણ છે? અરંતુ કબિરાયને જ, મહારાજ પૂછશો તો આપની સમક્ષ એ યથાર્થ કહેશે, કેમકે એ સમજે છે કે -

बात बढाके बोल मत, जुठे बढे जन मोत;
नागरकोही नागगर, एक हर्फ मेम होत.

અર્થ:-વાત વધારીને કહેવી નહિ, કેમકે જૂઠું બોલ્યાથી માણસનું મોત વધારે થાય છે. નાગર શબ્દ આવો ઉત્તમછે તો પણ તેમાં એક અક્ષર (ગ) વધવાથી નાગગર કહેતાં સાપનું ઝેર થઈ જાય છે.

બીરબલે નમ્રતાથી જાહેર કર્યું કે સાહની સન્મુખ સાચ સિવાય બીજું હું બોલનાર નથી. એ દુહો મારોજ બનાવેલો છે, અને એ ટેહેલીઓ પણ મારે કહેથી જ આવ્યો હતો. એ લુચ્ચાઓ કેવાં નજીવાં તહોમત પણ મૂકતાં કાંઇ વિચાર કરતા નથી, અને તેમાં મરી મસાલો ભભરાવીને આપની આગળ કેવી ચાડીઓ ખાય છે તે ઉઘાડું પાડવાને માટે આ ખેલ કર્યો હતો તેને માટે હું માફી માગું છું, અને શપથ ખાઇને કહું છું કે મેં એક દમડી પણ હરામની ખાધી નથી.

બાદશાહે કહ્યું કે એ વાતની તો પૂરાવાને સાથેજ ખાત્રી થઇ છે. માટે બોલ નહિ, પણ જરા કહેવું પડે છે કે લોકોની સાથે મીઠાશથી ચાલ્યો હત તો ઠીક. ટોડરમલ રાજા બોલ્યા કે, જહાંપનાહ, ઉધારતદારનું કામજ એવું છે, માટે તે કોઈને મીથો લાગે નહિ. બાદશાહ કહે, એમ તો કેમ કહેવાય? અમારા રાજમાં કરોડની ઉઅપ્જ છે, પણ કોઇએ અમારૂં વાંકુ બોલતું નથી. ટોડરમલ્લે હસીને કહ્યું કે એ કરોડો રૂપિયા આવા ઉધરાતદારજ પેદા કરે છે. અને તેને તો લોકો ગાળોજ દે છે. આપનું કામ તો એ પૈસા ખરચવાનું રહ્યું. એટલે આપની ઉદારત વખણાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. આપજ વિચાર કરોની કે બીરબલે જે પૈસા ઉઘરાવ્યા તે કોને સારૂ?

तरनी भरनी करत सो, बिन घन किस्के काज;
मे' सूली सूली लगे, राजा राजाधिराज।

અર્થ:- તરણી કહેતાં સૂર્ય જે તપી તપીને ઉન્હાળામાં પાણીની ભરણી કરે છે તે વરસાદ સિવાય બીજા કોને વાસ્તે? તોપણ એ જગતનો ધારોછે કે મહેસૂલ ઉઘરાવવા માણસ સૌને શૂળી જેવા લાગે, અને તેજ પૈસા ખરચનાર રાજા તે