પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મહાઉદારને રાજાધિરાજ કહેવાય.

કોઇએ કહ્યું કે મહેસૂલનું કામ તો એવું ખરૂં, તોપણ મીઠાશ રાખી હોય તો ફેર પડે ખરો. મુલ્લાં ફૈખીએ કહ્યું કે કાંઈ નહિ, સૂરજના દૃષ્ટાંત ઉપરથીજ વિચાર કરો.

हसहस जल चूसे रवि, घन बरसे हो घोर;
तदपि मेथ महाराज रू, दिनकर कठिन कठोर

અર્થ:- સૂરજ હસીહસીને જળ ચૂસી લે છે, અને વરસાદ કાળું ભયાનક રૂપ ધારણ કરીને વરસે છે તોપણ વરસાદ તે મેઘરાજાજ કહેવાય છે, અને સૂરજ દિનકર કહેતાં દિવસનો કરનાર છે તે છતાં પણ તે તપે છે ત્યારે તેને કઠિણ એવામ્જ વિશેષનો અપાય છે. કહેવત છે કે લૂખાં લાડ શા કામનાં , અને દૂઝતી ભેંસની પાટુ પણ સારી.

અકબરશાહ પ્રસન્ન વદને બોલ્યા કે આજ તો પાછો કવિતાવિલાસ ઠીક ચાલ્યો. ફોજદારી કામ તપાસાયું અને તેની જોડે ઉન્હાળાના સૂરજની કવિતા થઈ. જગન્નાથરાય, હવે એ વિસે તમે પણ કંઈક કવન કરો કે સભા બરખાસ્ત કરીએ.

જગન્નાથ પંડિત કવિતા રચે છે એટલામાં એ દિવસની હકીકત પૂરી અક્રવાની અબુલ ફઝલે પોતાના મુનશીને તાકીદ કરી, અને ધમકાવ્યો કે હુંલખાવું છું તે લખતા આજ કેમ આટલીવાર લગાડે છે. તેણે કહ્યું કે હઝરત, દુઆતમાં પાણી નાખી નાખીને થાક્યો પણ આ તાપને લીધે સાહી સૂકાઇજ જાય છે. આ રકઝકનો અવાજ બાદશાહને કાને ગયો તેથી પૂછ્યું કે મુલ્લાંજી સાહેબ શું છે? જગન્નાથ બોલી ઉઠ્યા, કે મહારાજ એ વાતનો ખુલાસો મારી કવિતામાં આવશે એમ કહી નીચે પ્રમાણે કહ્યું:

हर्ख अर्धदे अर्कको, नर धर्मिष्ट प्रभात;
तपे दुपो'रे तब सबी, दरिया अरु दुआत।

જે ધર્મ બુદ્ધિવાલો માણસો છે તે તો પ્રભાતમાંજ હરખથી સૂર્યને અર્ધદાન દે છે, પણ એવા થોડા હોય છે. ઘણાખરા તો બપોરે સૂરજ તપીને બળાત્કારે તેમની પાસે પાણી ઝરાવે છે ત્યારેજ આપે છે - પછી તે દરિયો હોય કે દુઆત. મતલબ કે ધનવાન માણસને આપવું ગમતું નથી અને તેની પાસે લેવાને માટે બળાત્કાર કરવો પડે છે. માટે દશ વર્ષની ચઢેલી મહેસૂલ વસુલ કરવાને અર્થે આ શ્રીમંત શેઠીયાને કેદમાં મોકલવો પડ્યો હોય તો એમાં કાંઇ નવાઇ નથી.

આ સાંભળી બધી સભાના દિલ રંજન થયા અને બાદશાહે કહ્યું કે આ શાસ્ત્રી મહારાજે તો તારા પક્ષનો શાસ્ત્રાર્થ પણ કહાડી આપ્યો. બીરબલ કહે, મહારાજ, નઠોરને માટે તો ચૌદમું રત્ન આ પ્રમાણે દેવતાઓથી પણ ચાલતું આવે છે.

કવિઓની બીજો મેળાવદો પંદરેક દહાડા પછી થયો, કેમકે એ દરમ્યાન બાદશાહ ભારી ધર્મચર્ચામાં ગુંથાયો હતો. એ ધરમ્ સભામાં પણ બીરબલ બાદશાહની હજુરમાં ને હજુરમાં રહેતો, અને વખતે અલગ જોઈ બધાને હસાવતો, તોપણ કવિતારંગ ઉઠાવવાની હિંમત ચાલ્તી નહિ. જગન્નાથ, ફૈઝી વગેરે જે સઘલા વિષયમામ્ કુશળ હતા તેતો ધર્મચર્ચાના રંગે ચડ્યા હતા. તેથી બાદશાહને આજે કવિતાવિનોદનું