પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મન થઇ આવ્યું હતું.

સભા મળ્યા પછી બાદશાહે કહ્યું તે દિવસે જગન્નાથે બહુ સારો દુહો કહ્યો હતો. ફૈઝી ઉમળકાથી બોલી ઉઠો કે એમાંનું "हर्ख अर्धदे अर्कको" એ ચરન તો મારા કાનમાં રમ્યાજ કરે છે અને કોણ જાણે એમાં શો ચમત્કાર છે તે કહી શકાતું નથી. બાદશાહે કહ્યું કે ત્યારે તમે સઘળા રસશાસ્ત્રીઓ મળી એનો વિચાર કરો.

પેલા જોશીકવિએ કહ્યું કે મારી નજરમાં એમ આવેછે કે એમાં ત્રન પ્રાસનો થડકારો આવ્યો છે તે કારણથી એ ચરન મનોહર લાગે છે.

ફૈઝીએ કહ્યું એ એમતો નથી. શબ્દના જોડાવાથી કાંઇ આટલો રસ જામે નહિ. એતો બાળખેલ કહેવાય. જોશીએ કહ્યું કે એમ શા માટે? શબ્દાલંકારની પણ મઝા ઔર છે. ફૈઝી કહે, એ બધું ખરૂં, તો પણ ઝડઝમકના ઝમકારાથી તો બાળક હોય તેજ રીઝે. જોશી ચીડવાઈને જવાબ દીધો કે એમ હોય તો વિદ્વાનો અને અલંકારમાં શા માટે ગને છે.

આ રીતે તકરાર વધી જવા આવતી હતી, પણ એટાલામાં જગન્નાથ પંડિત બોલ્યા કે અકેકાના મુદ્દા સમજ્યા શિવાય નકામા શું કામ વઢો છો. ફૈઝી કહે છે તે પણ ખરૂં છે અને જોશીબાવા કહે છે તે પણ ખરૂં છે. ખરૂં વિવાદસ્થળજ એ છે કે અર્થ વિના રસની ઉત્પત્તિ હોય જ નહિ અને તે છતં શબ્દાલંકાર શા માટે કાવ્યને શોભાવે છે, એ પ્રશ્નનું વિવેચન કરવું જોઇએ. આ સાંભળી બધાએ જોયું કે વિવાદસ્થળ તો ખરેખરૂં એજ છે, પણ તેનું સમાધાન શું તે કોઇને સૂઝે નહિ. જગન્નાથ પંડિત તો આટલું કહી જોઇનેકજ ચુપ બેઠા હતા. બાદશાહે બીરબલને કહ્યું કે તું કેમ કાંઈ આ વિસે બોલતો નથી.

બીરબલ બોલ્યો:- મહારાજ હું, શા સ્ત્રબાસ્ત્રમાંતો કાંઈ ઝાઝુ સમજતો નથી. પણ એ ચરણ મને સારૂં લાગે છે તેનું કારણ મારા મનમાં તો એ છે કે "हर्ख अर्धदे अर्कको" એવિ ત્રિપુટપ્રાસ સાંભળતાંજ બ્રાહ્મણો ત્રણ અર્ધ આપે છે તે મારી આંખે દેખાઈ જાય છે.

જગન્નથે કહ્યું, શાબાસ સંસ્કારી બીરબલ, તું તો હસવામાં અને સહજ જાણીને બોલે છે પણ એજ શબ્દાલંકારના શાસ્ત્રનું હાર્દ છે. પૃથ્વીપતે, રસિક ફૈઝી કહે છે તેમજ ઝડઝમકના ઝમકારા જાતે કાંઈ કામના નથી, અને તેથી બાળક શિવાય કોઈ પણ રિઝે નહિ. પરમ્તુ જ્યારે તે શબ્દની ધ્વનિ ઉપરથી કાંઈ અર્થની વ્યંજના નીકળે ત્યારે તે રસનું કાઅણ થઇ પડે. ઘણા માણસ એવી વ્યંજના સ્પષ્ટ સમજી શકતા અન્થી, તો પણ તેના અંતરમાં કાંઈ એનો આભાસ પડે છે અને તેથી એને આનંદ થાય છે. જે શબ્દની ધ્વનિમાં કાંઇ વ્યંજના રહેલી નથી તે માત્ર બાળખેલજ છે. એજ કારણથી એક કવિની ઝડઝમકોથી વિદ્વાનો રીઝે છે અને બીજાની ઝડઝમકો એવી હોય છે કે તે સાંભળી હસવું જ આવે છે. શબ્દાલંકાર સારો કયો ને નઠારો કયો એ ઓળખવામાં બહુ બારીક બુદ્ધિનું કામ પડે છે, અને તેથી ગામડીયાઓતો ચાર ચચ્યા મમ્મા વધારે મેળવેલા હોય તો તે જોઇનેજ વધારે રાજી થાય છે.