પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઔની પાસેથી મેઘરાજાની મહેસૂલ લેવાય છે. બીજો નિયમ એ છે કે બધા પાસે લેવું ખરૂં પણ જેવી જેની શક્તિ. આ નિયમ પ્રમાણે બરાબર કોઇ રાજાથી વર્તી શકાતું અન્થી. પણ સૂર્યનારાયણના હાથમાંતો અદલ કાંટો છે. સાગરમાંથી સાગર પ્રમાણે, ને ગાગરમાંથી ગાગર પ્રમાણમાં જ વરાળ ઊંચે જાય છે. ત્રીજું ને ખરૂં કહીએ તો મુખ્ય વાત એ છે કે સઘળા વજેવેરા લેવા તે લોકના લાભને માટેજ લેવા. એ વાતમાં પણ મેઘના જેવું પરમાર્થપણું ક્યા રાજનું નીકળવાનું હતું? ચોથો નિયમ એ છે કે શક્તિ પ્રમાણે મહેસૂલ લેવું એટલું જ નહિ, પણ કકડે કકડે એવું લેવુંકે કોઇનેજરાએ ભારે પડે નહિ. એ વાતમાં પણ મેઘરાજાની બરાબરી કોઇ કરી શકે એમ નથી. એ એટલું થોડું લે છે કે કોઇથી દેખાતું નથી. મતલબ કે જેમ જેમ વિચાર અક્રીએ છઇએ તેમ તેમ મેઘરાજની નીતિ સર્વોપરી માલમ પડે છે. એ બાબત કોઇ કવિ કહે છે કે:-

सागर सागर सर्वकी, शक्तिवत सुख मूल;
अल्प अल्प अदश्य रूप,मेघ लेत मे;सूल

અકબરશાહ અને બીરબલ ભાગ-૮મો

અકબરશાહ અને બીરબલ

વર્ષાઋતુ વિષે બીજા બધાએ કવિતા બનાવી, પણ બીરબલ કાંઇ બોલ્યો નહિ તેથી પાદશાહને આશ્ચર્ય લાગ્યું. એને કહ્યું કે, બીરબલ, તું કેટલાક દિવસથી કેમ સભામાં મન મૂકીને બોલતો ચાલતો નથી. કાંઇ જવાબ ન દેતાં બીરબલ દિલગીરી ભરેલે ચેહેરે નીચું જોઈ રહ્યો. પ્રેમાળ ફૈજીએ કહ્યું કે, સાહેબ, જે દિવસથી એના ઉપર પેલું આળ આવ્યું ત્યારથી એ પહેલાંના જેવો હસમુખો દેખાતો નથી.

બાદશાહ બોલ્યા કે જો તે વાતનો ખર્ખરો હજી એના મનમાં રેહેવા દેતો હોય તો એને ગાંડો જાણવો. એ અમારી તપાસમાં કેવળ નિર્દોષ ઠર્યો છે અને અમારી પ્રીતિ એના ઉપર હતી તેથી પણ હાલ અધિક છે. બીરબલે નમ્રતાથી ઘણી ઘણી તાઝીમની સાથે કહ્યું કે ખુદાવંદ સાહેબે તો પોતાના હમેશના કૃપાળુ સ્વભાવ પ્રમાણે મને પાછો પ્રીતિમં સંપૂર્ણ રીતે દાખલ કર્યો છે, તોપણ મારી જે ફજેતી થઈ તે મારા મનમાંથી હું બહુ કરૂં છું તોપણ દૂર થતી નથી.

પેલા જોશીએ કહ્યું, સાહેબ, બીરબલ ખરૂં કહે છે. બદનામી બહુ બુરી ચીજ છે અને તે સારા માણસના અંતઃકરણમાં રાત દહાડો સાલ્યાજ કરે.

बदनामी बूरी बहुत, जगमें जान निःशंक;
एक कलंकके कारने, क्षण क्षण क्षीण हि मयंक.

અર્થ :-નિશ્ચય જાણો કે જગતમાં બદનામી બહુજ ખરાબ છે, ચંદ્ર આવો રૂડો અને સર્વપ્રિય છે તોપણ એક જુજ કલંક લાગ્યું છે તે કારણથી તે પળપળ (પોતાના દીલમાં બળીને) ક્ષીણ થઇ જાય છે.

બાદશાહે કહ્યું કે તમારો તર્ક તો ઠીક છે, પણ ચંદ્ર ને બીરબલ બંને મને તો ઘેલા જણાય છે. જગન્નાથ, તમે કાંઇ બંનેને શીખામણ રૂપ બોલો કે તેઓ પોતાની ગાંડાઇ