પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બોધ કરવાને સારૂ જ બીરબલે આવાં કઠણ વચન કહ્યાં છે. તેથી તે એટલું જ બોલ્યો કે બીરબલ મ્હેં તને વર્ષાઋત્તુની કવિતા કરવાનું કહ્યું હતું, તેને ઠેકાણે તું આ શું બક્યો?

બીરબલે પોતાનું માથું જમીનની સાથે લગાડી ઘણી નમ્રતાથી કહ્યું કે જહાંપનાહ, એ વર્ષાઋતુની સાયંકાળનુંજ વર્ણન છે. એમાં એમ કહ્યું કે ભાતભાતના રંગથી મનને હરવાવાળી પાતળી વાદળીઓના ટોળામાં મિત્ર નામ સૂર્ય રાતો ચોળ થીર ઉભો છે, મેઘધનુષ્ય ચઢ્યું છે, અને ચંદ્રમા સામો આવ્યો છે. બાદશાહે કહ્યું કે અર્થ બરાબર બંધ બેસતો નથી, કેમકે સૂર્ય થીર ઉભો રહે એ વાત ખોટી છે. બીરબલે જવાબ આપ્યો કે સાહેબ ખરેખરોતો સૂર્ય ઉભો રહેતો નથીજ, પણ જો આથમતી વેળા ન્યાળીને જોઇએ છઇએ તો તે ઉભો રહેતો હોય એમજ દેખાય છે. જગન્નથ પંડિત વગેરે બીજા સૃષ્ટિ સૌંદર્યના અભ્યાસીઓએ સાક્ષી પૂરી કે સાંજે એ પ્રમાણે દેખાય છે ખરૂં. તેથી એ વાત તો સાબીત થઇ, ત્યારે બાદશાહે બીજી શંકા કાઢી કે વાદળીઓને પાતળી કહેવાનું પ્રયોજન શું?

આ સવાલનો જવાબ શી રીતે દેવો તેનો બીરબલ વિચાર કરતો હતો એટલામાં જોશીકવિ (જે પાછળથી બીરબલનો પરમ મિત્ર થયો હતો તે) બોલી ઉઠ્યો કે સાહેબ, આખા દુહામાં એજ વિશેષણ જ્યોતિષ પક્ષે ખરેખરું સાભિપ્રાયછે. વાદળીઓ જાડી ઘટ્ટ હોય તોતો તે ઘનઘોર દેખાય. અને વરસાદ આવે. જ્યારે વાદળીઓ પાતળી હોય ત્યારેજ તેને ભેદીને સૂર્યનાં કિરણ આપણી તર્ફ આવી શકે, અને આકાશમાં રંગબેરંગી લીલા જામી રહે.

પાદશાહ પંડે જ ભૂલ કાઢવાને ચાહે છે એમ જાણી મિયાંલબ્બે ત્યાં ખુણામાં બેઠા હતા તેણે ધણીયાણી લબાસની સાથે ભારે ટાહેલું ચલાવ્યું, પણ તેનો સાર એ હતો કે એક કાળેજ સૂર્ય ને ચંદ્રનું વર્ણન કર્યુંછે તે અશક્યછે બીરબલે હસીને એટલું જ કહ્યું કે મિયાં, તમારી અકલમાં હંમેશાં અમાસજ રહે છે એટલે તમે પુનેમનું વર્ણન ક્યાંથી સમજી શકો?

કોઇએ કહ્યું કે "ચાડા" અને "આયા" એ બે શબ્દની સંધિ કરી નાખી છે તેમ પ્રાકૃતમાં થતું નથી. જગન્નથપંડિતે જવાબ આપ્યો કે આ દુહામાં શ્લેષ છે તેથી એ દોષ ગણાય નહિ, પણ એટલું બોલીનેજ એ અચકાઇ ગયા, કેમકે વિચાર આવ્યો કે બાદશાહ જો શો શ્લેષછે એમ પૂછશે તો મારે એમની વિરૂદ્ધનો અર્થ કરી બતાવવો પડશે, પણ પાદશા તો મૂળથીજ એ અર્થ સમજી ગયો હતો. તે છતાં પોતે કાંઇક ગુસ્સાનો ડોળ કરીને કહ્યું કે બોલ, બીરબલ, એ દુહો ફરીથી, અને એમાં બીજો શો અર્થ રાખ્યો છે તે કહે.

હુકમ થયો એટલે કાંઇ ચાલે નહિ તેથી બીરબલે તે દુહો ફરીથી નીચે પ્રમાણે ભણ્યોઃ

रंगबेरंगी मनोहरी, पतरीपयोधरीवृंद;
मित्र ठरा थिर रकत हो; चाप चडाया चंद.

અને પછી એનો અર્થ કરતી વેળા ડર ખાઇને ઉભો રહ્યો. બાદશાહે કયું, બ્હી,