પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નહિ, ને બરાબર અર્થ કર્, કેમકે અહિયાં ખાસમડળ જ બેઠું છે. આ ઉપરથી બીરબલને હીમત આવી અને એનો અર્થ "ભાતભાતના રંગથી મનને હરણ કરવાવાળી પાતળી સ્ત્રીઓના સમુદાયમાં મારો મિત્ર આસક્ત થઈને સ્થીર ઉભો છે, અને તેના સામો ચંદરાજા ધનુષ્ય ચડાવીને ધસી આવ્યો છે." એ રીતનો થાય છે એમ કહીને એણે ઘણી ઘણી આજીજી, દીનાતા થથા તજવીજથી પોતાની બેઅદબીને માટે માફી માગી, અને કહ્યું કે આ આખું મડળ આપને એ બાબતે કહેવા ઈચ્છતું હતું તેથી મ્હેં આપનું ભલું ચાહી મારૂં માથું આપની તરવારની ધારપર મૂક્યું છે. તે ચાહો તો કાપી નાંખો કે મહેરથી શિરપેચ બંધાવી સુશોભિત કરો. બીજા સભાસદો પણ પોતાની તર્ફના બે શબ્દ આ પ્રસંગે લાગ જોઇ બોલ્યા, અને સમજાવ્યું કે રાજના હિતમાટે આટલી ચેતવણી આપવી આપને જરૂરજ હતી.

અકબર તો મૂળથી જ સઘળો ભાવ સમજી ગયો હતો. તેતો બીરબલની હિંમત, હિતબુદ્ધિ, તથા ચતુરાઈથી ઘણોજ પ્રસન્ન થયો હતો. તેથી તેણે સઘળા મિત્રોને તથા તેમાં વિશેષે કરીને બીરબલનાં બહુજ વખાણ કર્યાં, અને તેમનો અંતઃકરણથી પાડ માન્યો. એણે કહ્યું કે મારાં ધનભાગ્ય સમજુંછું કે મને તમારા જેવા મત્રીઓ મળ્યા છે.બધાએ જવાબ આપ્યો કે એ આપની લાયકીછે કે તમે અમારો ગુણ માની લો છો, અને કદાપિ અમારામાં કાંઇ ગુણ છે તોપણ તેની કદર કરનાર આપના જેવા આ જગતમાં કોણ મળનાર છે.

આ પ્રમાણે વાત ચાલેછે એટલામાં ઝવેરીઓને બોલાવ્યા હશે તે ત્યાં આવી પહોંચ્યા, અને એકેકથી ચડીઆતો માલ દેખાડવા લાગ્યા. એ ઝવેરાત જોઇ સઘળાનાં મન રાજી થયા અને બાદશાહે કેટલીક ખરીદી કરવી હતી તે કરી. એવામાં કોઇએ પછ્યું કે હીરાથી અંધારે અજવાળા થાય એમ કહેવાય છે તે ખરૂં હશે? ઝવેરીઓ કહે કે સારો હીરો હોય તો થાય, અને કેટલાક શાસ્ત્રીઓએ કહ્યું કે ન થાય, કેમકે રત્નમાંકાંઇ જાતનું તેજ નથી. એ વાતનું પારખું જોવાને સારૂ ભંડારમાંથી બાદશાહે કોહિનૂર હીરો મંગાવ્યો, ને પાસેની એક ઓરડીમાં મૂકી જોયો તો ઝળકતો માલમ પડ્યો. શાસ્ત્રીઓએ કહ્યું કે એમ નહિ, છેક અંધારામાં મૂકવો જોઇએ. તે ઉપરથી તેને ભાંયરામાં ભાંયરૂ હતું ત્યાં મૂક્યો. ત્યારે તો કાંઇ પણ તેજ માલમ પડ્યું નહિ. તે ઉપરથી બધાને ખાત્રી થઇ કે હીરામાં જાતનું તેજ તો કાંઇ નથી, પણ તેના ઉપર થોડુંએ અજવાળું પડેતો તે પરાવર્તન પમાડી ઘણું દેખાડે. મિયાંલબ્બએ કહ્યું કે ત્યારે હીરામાં કાંઇ ખૂબી રહી નહિ.

બીરબલે જવાબ આપ્યો કે મોટી ખૂબી એ કે કોઇનો જરા ગુણ જોતાંજ તેને સો ગણો વધારીને બતાવે છે. તે ઉપરથી રાજાટોડરમલ નીચે પ્રમાણે બોલ્યાઃ

गुनदिनकरके किरनको, कीर्त्ति परावर्तन;
सो जाकी ज्यौं पात्रता, त्यौंही होत उत्पन्न.

અર્થઃ- ગુણરૂપી સૂર્યછે તેનાં કિરણનું જે પરાવર્તન પામવું તેને કીર્તિ કહીએ. તે (કીર્તિ) જે પદાર્થ ઉપર પડે છે તેની પાત્રતા પ્રમાણે ઉત્પન્ન થાય છે, એટલે કીર્તિ સારી