પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બાદશાહે કહ્યું કે ત્યારે તે તુંજ બનાવ. જેવો હુકમ કહી તેણે નીચેનો દુહો બોલી બતાવ્યોઃ-

नरम सुखद संजोगिको, गरम बिजोगी गात्र;
कर्ममर्मभरी रोगिको, काली पूर्णीमारात्र.

અર્થઃ- શરદ પુનમની રાત સંજોગીને નરમ ને સુખદાયક લાગેછે, તેજ વિજોગીના શરીરને ગરમ લાગે છે; અને રોગીને કાળી ભયંકર જણાય છેકેમકે તે રાતમાં એના કર્મનો સઘળો મર્મ ભરેલો છે.

જોશીએ કહ્યું કે વૈદ્યક્શાસ્ત્રમાં અમાસ પૂનેમ રોગીને ભારે ગણી છે, અને વળતાં પાણી થવાનાં હોય છે તો તે દિવસથીજ થવા લાગે છે, નહિતો તે ચાલતો થાયછે, માટે એ રાતને કર્મમર્મભરી કહ્યું એ ખરેખરૂં યથાર્થ છે.

__________**************__________