પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વાંક નથી. રાજદરબારમાં એમ થયા વિના રહેજ નહિ. મોટા માણસો પાસે પોતાનો સ્વાર્થ સાધવાને એટલા બધા લોકો આવવાને ઇચ્છેછે કે તેમાં કોની અર્જ સાંભળવા જોગ છે એ પ્રથમ મુકરર કરવાની ઘણી જ જરૂર છે. ઘણો ભાગ ન્યાયને માટે નહિ પણ દયા ઉપજાવી પોતાનું કામ કાઢી લેવાનેજ આવેછે. એથી પણ ઘણા તો મોટાનું ઓળખાણ 'કો કાળે ફળદાયક' છે એમ જાણીનેજ તેની આસપાસ મધમાખીની પેઠે ગણગણ કરવાને સદા ઈંતેરજાર હોયછે. કેટલાકતો ખુદ અન્યાય અને જુલમ કરવાની શક્તિ મેળવવાને અર્થે રાજ દરબારની તૃષ્ણા રાખેછે. કેટલાક તો રાજમૂર્તિના કીરણોમાંજ બેસવું એ પરમ પદાર્થ માનેછે, અને જેમ વાંદરાઓ ચણોઠીના તાપથી મગ્ન રહે છે તેમ તેઓને થાય છે. કેટલાક માત્ર તમાશગીર અને ચુગલીખોરજ હોય છે. માણસમાં અનેક પ્રકારના જે સ્વાભાવ રહેલા છે. તે પ્રતેયક તેને રાજદરબારમાં જવાને ઉશ્કેરેછે, અને એમ ઉશ્કેરાઈને ઉલટી આવેલી ખલકને પાદશાહો એકેકીજ પળ બક્ષે તો બાવા આદમની જીંદગી પણ તે કામને સારૂ બસ થાય નહિ. કાંઈ પણ હદ કરવાની તો જરૂરછેજ. શા કામને માટે આવેછે તે પ્રથમ જાણવું જોઇએ. યોગ્ય કામ વિના આવનારને અટકાવી પાછા વાળવાજ જોઈએ. એ અટકાવનારો સધળા દેશમાં અને સઘળા કાળમાં દરવાનજ છે. યોગ્ય કામે આવનારને પણ અટકાવે તો એ દરવાન ગુન્હેગાર થાયછે, અને સારા પાદશાહો એ બાબતની વખતે વખતે ઘટતી દેખરેખ રાખ્યા જ કરેછે, તે છતાં પણ એ અખ્તિયાર એવડો મોટોછે કે દરવાનો ઘણું કરીને તેનો ખોટો ઉપયોગ કરી પોતાનું ઘર ભર્યાવિના રહેતા નથી. રાજદરબારમાંથી વહી જતી રાજ્યલક્ષ્મીને અટકાવવાને એને બારણે બેસાડ્યો છે પણ તેની એક શેર તે પોઇતાના ઘરમાંજ વાળેછે, અને ત્યાં રેલછેલ થઇ રહેછે. પણ એ શેર એવડી નાની છે અને રાજદરબારમાં એની મહેરથી જે જવા પામેછે તેનાં ભાગ્ય એટલાં બધાં ઉઘડી જાયછે કે તેઓએ જે દરવાનને દસ્તુરી આપી હોયછે તેની ફરીઆદ પાદશાહને કાને ક્વચિતજ જવા પામે છે. એથી અર્જદાર, દરવાન, અને પાદશાહ એ ત્રણેની સુગમતા સચવાય છે, અને જ્યાં સુધી ઇનસાફનાં બારણાં ઉઘાડાં રહે છે ત્યાં સુધી કોઈને પણ કાંઇ પોકાર ઉઠાવવાનું અસરકારક કારણ મળતું નથી. જ્યારે અદાલતને દરવાજે પણ રૂસ્વતખોર દરવાનનો હાથ અડકે છે ત્યારે ઘણીજ ખરાબી થાય છે. અને તેથી હિંદુસ્તાનમાં જે મોટા રાજાઓ તથા પાદશાહો થઇ ગયા છે તે આ બાબત તો ઘણીજ કાળજી રાખતા હતા. લોકપર પડતા જુલમ જાણવા અને રંકમાં રંકની ફરિઆદ પણ પોતાને કાને આવે તેને માટે તરેહ તરેહની યુક્તિઓ તથા ગોઠવણ કરતા હતા. કોઇ વેશ બદલી નગરચર્ચા જોવા નીકળતા, કોઇ ખાનગી અનુચર રાખતા, કોઇ મહેલની નીચે રાહદારીઓને સારૂ ઘંટજ ટંકાવી રાખતા, અને કોઇ અદાલતનાં બારણાં રાતને દહાડો વગર દરવાને ઉઘાડાંજ રાખતા હતા.

અકબર બાદશાહનો એવો ધારો હતો કે રોજ સવારમાં ઉઠીને કલાક બે કલાક મહેલને ઝરૂખે બેસવું, અને ત્યાં જે કોઇ પોકાર કરતું આવે તેની ફરિયાદ સાંભળવી. એ ઝરૂખાની નીચે ધોરી રાજમાર્ગ હતો. ગાડી ઘોડાને એ રસ્તે જવા દેતા નહિ; પણ