પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સઘળા રાહદારીઓને જવાની સંપૂર્ણ છૂટ હતી એટલું જ નહિ પણ વચગાળે સોનાની છડી લઈને નેકીદાર ઉભા રહેતા તે સૌકોને પોકારીને કહેતા "अकबरशाह धर्मासन पर बिरजमान हुवेहै ! जिस्को कुच्छ फरियाद होवे उस्को वहां बुलाते है शाह व शाहुकार, बजीर वा दिवान, नवाब या सुबा, अमीर वा ऊमराव, किसीकाही जुल्म होवे तो निडर होके आओ और कहो. अदलके कांटेमें सभी समान है." એ રસ્તાને બંને છેડે ચોકી ઓ હતી ત્યાં વાજીંત્રોમાં એવાજ અર્થના બોલ ગવાતા, અને તે સાંભળી શહેરમાં ચોકીએ ચોકીએ એવો નાદ ઉઠી રહ્યાથી પ્રાણી માત્રને ખબર પડતી હતી કે અકબરશાહ ઇનસાફની ગાદીએ બિરાજમાન થયાં છે. જે લોકોને કાંઈ પણ ફરિઆદ કરવાનું હોય તે સવારમાં તૈયાર થઇને એ રાજ મહેલના ઝરૂખા નીચે આવીને અગાઉથી બેસી રહેતા અને જ્યારે પાદશાહ ત્યાં પધારતા ત્યારે નમસ્કાર કરી "ફરિઆદ", "ફરિઆદ", એમ પોકારતા કે તુર્ત પાદશાહ તેમને પોતાની રૂબરૂ બોલાવતો. કોઇની પણ તાગાદ નહિ કે એ માર્ગે આવનારને અટકાવી શકે, કેમકે ઝરૂખામાંથી પાદશાહની નજર અધ અધ ગાંવ સુધી બે તરફ પહોંચે એવો તે માર્ગ સીધો હતો, અને પાદશાહની એ બાબતની એવી સખ્તી હતી કે રાહદારીને અટકાવવાનો વિચાર સ્વપ્નામાં પણ કોઈને થતો નહિ. આ વેળા સૌ કોને મોટામાં મોટા અધિકારી ઉપર પણા ફરિઆદ કરવાને છૂટ હતી. પોતાથી પણ જાણે અજાણે કાંઈ અન્યાય થઈ ગયો હોય તો તે બાબતની પણ ફરિઆદ વધારે ખૂશીની સાથે સાંભળતો. ઈનસાફ કરવામાં પોતાના સગા છોકરાની પણ ખાતર રાખતો નહિ. સઘળી હકીકત પોતેજ સાંભળતો, પોતેજ તપાસ કરતો, અને પોતજ એક ઘડીમાં ઈનસાફ આપતો. એ વેળા કોઈ પણ મહેતા મુત્સદ્દીને પાસે રાખતો નહિ. કોઈ પણે કામદાર ઉપર ફરિયાદ આવી કે તેને તુર્તજ ત્યાં પકડી મંગાવતો અને ગુન્હેગાર જણાયો કે તેને ત્યાં ને ત્યાંજ ઘટતી સજાએ પહોંચાડતો. એક કહીએ તો પણ ચાલે કે અકબર બાદશાહની એ ઊંચામાં ઊંચી એપેલેટ કોર્ટ હતી પણ ફેર એટલો કે ત્યાં અપીલ કરવામાં કોડીનો ખરચ થતો નહિ. જુલમ કરનાર નીચલા અધિકારીની માર્ફતે ફરિઆદ લાવવી પડતી નહિ, અને ઈનસાફ તાત્કાળિક અને અસરકારક મળતો. ટુંકાંમાં એ હાલના જેવું સુધારેલું નહિ પણ સાદું અને સ્વાભાવિક ઈનસાફનું સ્થળ હતું, અને તેનું નામ સાંભળીજ સઘળા કામદારો પાંશરા દોર થઈ ગયા હતા.

ખાનબાબા પાસેથી રાજની લગામ પોતાના હાથમાં લીધી તેને બીજે દિવસથીજ અકબરે રૂબરૂ ઇનસાફની આવી રીત કહાડી હતી, અને ત્યાં એવા નિષ્પક્ષપાતપણે ન્યાય કરતો કે સઘળા અધિકારીઓ પોતાની દુષ્ટતા ભૂલી ગયા હતા. અને દેશમાં તેમના ઈનસાફ પણ વખણાવવા લાગ્યા હતા. કેટલેક વર્ષ અકબરબાદશાહનું ઝરૂખે બેસવું માત્ર નામનું જ થઈ રહ્યું. એના કામદારોની માર્ફત ગેરઈનસાફ મળે ત્યારે જ કોઈ દરબારમાં ફરિઆદ કરવા આવે કેની? તો પણ પાદશાહ કદી પણ એ પદ્ધતિમાં ફેર પડવા દેતો નહિ. અને કહેતો કે દરરોજ વાંજીત્રોમાં ઈનસાફની બાંગ પોકારાય છે તે નિમાજની બાંગ કરતાં પણ અલ્લાને