પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વધારે પ્યારી છે.

આ રિવાજ મુજબ એકા દહાડો અકબર બાદશાહ નાહી ધોઈ નિર્મળ પણ સાદાં વસ્ત્ર પહેરી તથા હજારો પાદશાહી ઉભી કરે એવા હીરાનો એક જ હાર કોટમાં ઘાલી ઝરૂખે સવારમાં બેઠો હતો. સૂર્યોદય તુર્તજ થયો હતો, અને એ તર્ફ સાનંદાશ્ચર્યથી જોઈ રહ્યો હતો. ઝરૂખામાં બંને બાજુ બાદશાહની આસપાસ સો સો સિપાઈઓ ઉભા છે. તેમની ઉઘાડી તરવારો ઉપર સૂર્યનાં કિરણ પડવાથી એવો તો તેજનો અંબાર છવાઈ રહ્યો છે કે તેમાં બાદશાહનું પ્રતાપી મુખ સૂર્યના જેવુંજ પ્રકાશી રહ્યું છે. નીચે મહેલના નવરંગો ઝળકારા મારી રહ્યા છે. અને સામેના બાગમાંથી ઘણી જ સુંદર સુગંધ બહેકી રહીછે, દૂરથી વાજીંત્રોના મધુર સ્વર આવી કાનને અમૃતપાન કરાવે છે. ફરસ બંધી કરેલા રાજમાર્ગા ઉપર પાછલી રાતના ગુલાબના છંટકાવ કરી મૂક્યા છે, તેની જે લહેર આવે છે તેથી રાહદારીઓ સ્વર્ગનું સૂખા અનુભવેછે. મહેલ આગળથી હજારો માણસ જા આવ કરે છે પણ પગરવ સરખો પાન સંભળાતો નથી–જાણે પોતાનો નિર્મળ પ્રતાપ સૂર્યની સાથે સરખાવવામાં ગુંથાએલા ઈનસાફી પાદશાહને હરકત ન કરવી એવો સઘળી પ્રજાએ સંપજ કર્યો હોય. એવી રીતે લીલા જામી રહી છે. તેવામાં ત્યાં એક જોગી આવી પહોંચ્યો. તેને સર્વાંગે ભસ્મ લગાવી છે, એક લંગોટી જ વાળી છે, ખાંધે એક ફૂટેલું તુંબડું અને સો થીગડાની એક ગોદડી લટકાવી છે, હાથમાં એક ત્રિશૂળ પકડ્યું છે, કપાળે સિંદૂરનું તિલક કર્યું છે, અને આંખો ફાટેલી ભયંકર દેખાય છે. જેવો તે ઝરૂખાની સામે ફર્યાદીને ઓટલે ચડીને ઉભો કે ત્યાં બે સિપાઈ ઉભા હતા એમને કહ્યું કે જો ફરિયાદ હોય તો “ફરિયાદ હૈ, ફરિયાદ હૈ” એમ પોકાર કરો કે પાદશાહ તમને તર્ત ઉપર બોલાવશે. તે સાંભળી ફકીરીરાગે તે નીચે પ્રમાણે લલકારી બોલ્યો:-

फिरयाद है, फिरयाद है, फिरयाद है, फिरयाद है.

એના મોંમાંથી “ફિરયાદ” શબ્દ પૂરો નીકળી નહોતો રહ્યો એટલામાં તો અકબરે શાન કરી તે ઉપરથી ચાર હજુરીઆઓ એને ઉપર બોલાવવાને દોડ્યા. પણ એટલામાં એ ફકીરે તો પાદશાહની સામી નજર મળી કે સલામ કરી ચાલવા માંડયું અને ચાલતાં ચાલતાં નીચે પ્રમાણે પોકારાતો ગયો:-

यह दाद है, यह दाद है, यह दाद है, यह दाद है.

અકબર બાદશાહને આ ચાલ ઘણી નવાઇ જેવી લાગી. તેથી એને તેડી લાવવાને બીજા ચાર જણને દોડાવ્યા. તેઓ એને આદરસત્કાર અને કાંઈ બળાત્કારથી એક ક્ષણમાં ઉપર લઇ આવ્યા. એ જોગી રડતો કકળતો અને આક્રંદ કરતો હજૂરમાં આવ્યો, અને પોકારીને વિનવવા લાગ્યો કે પાદશાહ, માફ કર, અને મને મારે માર્ગે જવા દે. હું ભૂલ્યો. હવે હું ફરીથી ફરિયાદ કરવા આવીશ નહિ. પાદશાહે કહ્યું કે એમ શા માટે ? મારામાં શું દીઠું કે તું ફરિયાદ કરવા આવેલો તે પાછો જતો રહે છે? એણે જવાબ વાળ્યો કે મહારાજ, શા વાસ્તે ચતુરાઇ કરો છો ? હું તમારી સઘળી ચતુરાઇ સમજી ગયો છું. તમે “फिरयाद है, फिरयाद है.” એમ જ બોલાવો છો તેનો શું હું અર્થ