પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નથી સમજતો? એનો અર્થ ખુલ્લો જ છે કે મૂર્ખા, તું ફરિયાદ કરવા તો મોટાની ઉપર નીકળ્યો છે પણ તારૂં પછીથી શું થશે તે તને યાદ છે? પાદશાહ આ સાંભળી હસ્યો અને વિચાર કરવા લાગ્યો કે આ માણસ કોઇ છેક ગમારજ છે કે બહુ ચતુર છે, પણ જોઊં બીજી સતરનો માઈનો શો કરે છે. બાદશાહે કહ્યું, એ તો ઠીક, પણ ત્યારે, “यह दाद है, यह दाद है.” એમ શા માટે તું પોકારતો ગયો. જો તારી સમાજ પ્રમાણે હું ફરિયાદ સાંભળતો નથી તો તો તારે “नहीं दाद है, नहीं दाद है.” એમ કહેવું જોઈતું હતું. મહારાજ, મેં વિચાર કર્યો કે પાદશાહ ફરિયાદી પાસે “फिरयाद है, फिरयाद है.” એમ શામાટે બોલાવતો હશે. ફરિયાદ તો દુનીયામાં હજારો છેજ તો, પણ જો તે સાંભળી ન્યાય કરવાની એની ઇચ્છા હોય તો એણે ફરિયાદી પાસે કાંઇ પણ બોલાવવાને બદલે પોતે જ “यह दाद है, यह दाद है.” એમ બોલાવવું જોઈએ. આ સાંભળી પાદશાહ પ્રસન્ન થયો અને જાણ્યું કે આ કોઇ વિલક્ષણ પુરુષ જણાયછે. એ ફકીર કે વેરાગીનું બોલવું ન હોય. તેથી પુછ્યું કે તમે જાતે કોણ છો અને તમારા ઉપર શો જુલમ ગુજર્યો કે આ પ્રમાણે ફકીરી લેવી પડી. જવાબમાં એણે નીચલો દૂહો કહ્યો :-

पाया हीरा लाख का, आया बेचन काज;
छीना लिया छक्कड़ लगा, झौरी दगाहिबाज।

પાદશાહે ગુસ્સે થઈ કહ્યું કે કોની તાકાદ છે કે મારા રાજમાં આ પ્રમાણે જુલમ કરી શકે! તે ઝવેરીનું નામ દે. હમણાં હું તેને સજાએ પહોંચાડું છું. એણે પગે લાગી કરગરીને કહયું કે મહારાજ, એ વાત જવાદો. નામ દીધાથી હું માર્યો જઇશ. તમે ગમે એટલું કહો છો પણ નામ સાંભળશો કે મને તુર્ત શૂળીએ ચઢાવશો. આખરે આગ્રહ કર્યો, કાંઈ પણ ન ગુસ્સે થવાની પ્રતિજ્ઞા લીધી અને તે છતાં જો તું નામ નહિ દે તો તને ગુન્હો છુપાવનાર જાણી તુર્તજ મારી નાખીશ. જેવા જુસ્સાથી પાદશાહે પૂછ્યું તેવા જુસ્સાથી એણે પણ કહ્યું:

जो पूछो सच बाततो, साचेमें कहा शोर;
सुनिए शाहसुलतान तुम, आपही मेरा चोर.

આવું સાંભળતા જ સ્વાભાવિક રીતે અકબરની આંખમાં અગ્નિએ પ્રવેશ કર્યો, હાથ તરવાર તરફા ગયો, અને પાસે સો સો સિપાઇઓ નાગી તરવારી ઉભા હતા તે એકે અવાજે હોકારો કરી આગળા ધસ્યા, અને પાદશાહે “હું” “હું“ કરીને વાર્યા નહિ હોત તો તેઓએ એના ચૂરેચૂરા કરી નાંખ્યા હોત, પણ અકબર ન્યાયી, વિચારવંત, અને વળી વચને બંધાયેલો હતો તેથી તેણે ક્રોધ થયો તેવો જ શમાવી નાખ્યો. તોપણ મારા ઉપર આવો જૂઠો આરોપ મૂકવાની એની હિંમત કેમ ચાલી તે એનાથી સમજાઈ નહિ. એનું બોલવું એવું હતું કે એ દિવાનો હોય એમ સંભવતું નહોતું અને દિવાના વિના આવી ગાંડાઈ કોણ કરે? માટે એને પોતાની જે હકીકત હોય તે કાંઇ પણ ડર રાખ્યા વિના કહેવાનું ગંભીરાઇથી ફરમાવ્યું.