પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો

"તું લાખ રૂપિઆનો હીરો ક્યાંથી લાવ્યો, મારે ત્યાં ક્યારે વેચવા આવ્યો હતો, અને તે કોણે છિનવી લીધો", તે બોલ. અકબરશાહનાં આવાં વચન સાંભળી બીરબલે વિચાર્યું કે હવે મારી સઘળી ચતુરાઈ વાપરવાનો સમય આવ્યો છે, કેમકે ચતુર વાંચનારે ક્યારનું જોયું તો હશે કે આ જોગી વેશે બીરબલ બાદશાહની હજુરમાં ભીડ્યો હતો. ખરી મુસલમાનોની શાનથી ઘૂંટણીએ પડી સફાઈ ભરેલી અદબ અને નમ્રતાની સાથે એ નીચે પ્રમાણે બોલવા લાગ્યો:-

ખલકના માબાપ, તારા જબરદસ્ત પાદશાહી મિજાજને જરાવાર સબુરીનું મ્યાન કરી તારા ગુલામના ગુલામની હકીકત સાંભળ. આદમની ઓલાદનો એવો કોણછે કે તારી આગળ જરા જૂઠું બોલવાની હિંમત ચલાવી શકે? મેં જે કહ્યું તેમાં એક હર્ફ ખોટો નથી. પણ તે સમજવામાં ભેદ છે. પૃથ્વીપતે, તારાથી અજાણ્યું નથી કે જગતમાં હીરા ઘણી જાતના થાય છે.

झौरीका हीरा हीरा, कविका हीरा कवंन;
तरुनी हीरा तन अरु, पद्मिनी मन पावंन.

એટલે ઝવેરી નો ધંધો કરાવનારને ઘણી કમાઇ કરાવનાર હીરોછે, તેમ કવિનો હીરો તે તેની કવિતાછે, તરૂણીનો હીરો તેનું તન, અને પદ્મિનીસ્ત્રીનો હિરો તેનું પવિત્ર મન એજ છે. એ જુદી વસ્તુ વડે તે પ્રત્યેકની મોટાઇ ટકી રહેલીછે અને તે જવાથી તે છેક નિર્માલ્ય અને તુચ્છ થઈ જાય છે. કદાપિ કોઈ કહેશે કે એમ છે તોપણ હિરા સિવાય બીજી કોઈ ઉપલી વસ્તુની લાખો રૂપિઆ કિંમત કાંઈ ઉપજતી નથી, તો તેણે જાણવું કે એ તેની મોટી ભૂલછે. વસ્તુનો જે ગ્રાહક છે તેની આગળ તે વસ્તુજ પોસાયછે, અને બીજીની કોડી પણ ઉપજતી નથી. બધાજ રત્નના ગ્રાહક હોયછે એમ કાંઈ નથી.

गोरी ग्राहक रत्नकी, गुनग्राहक राजान;
कविता ग्राहक को रसिक, भूपति भोजसमान.

જરીઆનને જવાહિર ગમે તે લે પણ તેની ખરેખરી ગ્રાહક સ્ત્રીજ છે. પુરુષ લે છે તોપણ તે સ્ત્રીઓને માટેજ. જો જગતમાં સ્ત્રીઓ ન હોય તો કાલે જરીઆન જવાહીરનો કોઈ પણ ભાવ પૂછે નહિ. તેમજ વિદ્યાકળા વગેરે જે કાંઈ ગુણછે તેના ગ્રાહક રાજાલોક્છે, કેમકે તેના રાજના રક્ષણને અર્થે એ વિદ્યાકળાની જરૂરછે. હાલ અમારી હિંદુ વિદ્યાકળાઓ નાશ થઈ જવા આવીછે કેમકે અમારા હિંદુ રાજ્યો થોડાંજ રહ્યાંછે. આપ રાજનીતિના જાણવાવાળા છો તો તેનો ખંતથી સંગ્રહ કરોછોજ, અને તેનાં રૂડાં ફળ આપ જુઓછો, તથા હવે પછી જોશો, ગુણીઓનો સંગ્રહ કરવો એમાં રાજનો સ્વાર્થછે. જે રાજા પોતાના જાતભાઈ જાણી તેના ગુણ સામું ન જોતાં તેનાજ હાથમાં સત્તા સ્વાધીન કરેછે તે વાંદરના હાથમાં સુકાન સોંપેછે. એ વાહાણ ડૂબવાનેજ સર્જ્યુંછે. અર્થાત સ્વાભાવિક રીતેજ "ગુણગ્રાહક રાજાન" છે. પણ કવિતા રૂપી જે