આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.


સુવિનીત નથી ત્યારે બીજાને મારેજ રસ્તે દોરવાનો હક્ક મારે શા સારૂ ધારણ કરવો.” જેમ જેમ બીજા વિચારો અને બીજા મતોનું એ લક્ષપૂર્વક શ્રવણ કરવા લાગ્યો તેમ તેમ એની શુદ્ધ શંકાઓ દૃઢ થવા માંડી અને કોઇ ધર્મના કોઈ સંપ્રદાયની તીવ્ર અનુદારતા જોતાં જોતાં સર્વને માટે સમાનભાવના ધોરણ ઉપર તે વધારે ને વધારે સ્થિર થવા લાગ્યો.

આ ફેરફાર કાંઈ એકદમ ન થતો. ઇતિહાસકાર બદૌની જે એક મતાંધ મુસલમાન હતા અને જે આ પ્રતાપી બાદશાહની સ્વધર્મભ્રષ્ટતાને ધિઃકારતો તેણે લખ્યું છે કે—

છેક નાનપણથી તે યુવાવસ્થા સુધીમાં અને યૌવનથી વૃદ્ધ વય સુધીમાં બાદશાહ ભિન્ન ભિન્ન સ્થિતિઓમાં અને તમામ સંપ્રદાયોના આચારો તથા તમામ ધર્મોના વિચારોમાં થઈને પસાર થયા છે. મુસલમાન આચારના ધોરણથી કેવળ વિરૂદ્ધ એવા સંશોધનથી જૂદા જૂદા ગ્રંથોમાંથી જે કાંઇ મળી આવ્યું તે પોતાની સારગ્રહણ કરવાની શક્તિને લીધે તેમણે એકઠું કર્યું છે એ રીતે કેટલાંક મૂળતત્વો ઉપર બંધાયેલા કેટલાક માનનીય વિચારોની એના હૃદય ઉપર છાપ પડતાં અને તેના ઉપર થયેલી જૂદી જાદી અસરોના પરિણામમાં જેમ કોઈ પાષાણ ઉપર બાહ્યરેખા થાય, તેમ ધીમે ધીમે તેના અંતઃકરણમાં એવો નિશ્ચય થવા લાગ્યો કે બધા ધર્મમાં બુદ્ધિશાળી માણસો અને બધી પ્રજામાં આગ્રહવિનાના વિચારવાળાઓ અને ચમત્કારિક શક્તિ ધરાવનારાઓ થઈ ગયા છે. જ્યારે કંઇક ખરૂં જ્ઞાન આમ બધા ધર્મમાં છે ત્યારે બધું સત્ય કોઈ પણ એક ધર્મમાં અને પ્રમાણમાં નવા, માત્ર એક હજારજ વર્ષ થયાં પ્રચલિત થયેલા, ઈસ્લામ ધર્મમાંજ, શા માટે ભરાઈ રહેલું હોય ? એક સંપ્રદાયવાળાએ બીજા જેની ના પાડે તેનો શા માટે સ્વીકાર કરવો પડે અને પોતાને ઉત્તમતા મળી ન હોય તેમ છતાં બીજા કરતાં અમે ઉત્તમ છીએ એ હક અમુક એકે શા માટે ધરાવવો જોઇએ ?

બદૌની આગળ ચાલતાં લખે છે કે અકબર બ્રાહ્મણો અને સંન્યાસીઓ સાથે સંવાદો કરતો અને તેની અસરથી જન્માંતરનો મત તેણે સ્વીકાર્યો હતો તો પણ તેની પેઠે ઇસ્લામનાજ ધર્મમાં જન્મેલા અને ઉછરેલા ફૈઝી