આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
અકબર


પ્રતાપનો અને જગત્‌ની બધી પ્રજાઓ કરતાં કાવ્ય અને રસ તરફ જેનું વિશેષ વલણ છે અને મનુષ્યજાત ઉપર અસર કરવામાં સમર્થતર બંધનથી જેઓ વડવાઓના પ્રતાપની વાર્તાઓને હજી વળગી રહે છે તેમના મનોરથનો કાંઈ પણ હીસાબ ન ગણવો ? એ તેને અશક્ય લાગ્યું.

ચાર ચાર સૈકા સૂધી અજમાવેલી જૂની રાજ્યપદ્ધતિ તેના પ્રવર્તકનાજ હાથમાં, અથવા તો પ્રવર્તકના નજીકના ઉત્તરાધિકારીના સમયમાં તો જરૂર, ભાંગી પડતી. અને આ સમજાયા છતાં કબરના પૂર્વે કોઈએ એ સિવાય બીજી પદ્ધતિ અજમાવી ન હતી. એના પ્રતાપી દાદાને બીજી પદ્ધતિની જરૂર વિષે કાંઈજ ભાન થયું હતું પણ તે માટે જોઈતો વખત તેને મળી શક્યો ન હતો. કેમકે એને પણ સ્થિર રહેવા માટે પ્રથમતો વિજયો મેળવવાની જરૂર પડી હતી. એનોન બાપ તો વળી તેના પહેલાંના અફધાન બાદશાહોના કરતાં પણ આ ઉખાણો ઉકેલવામાં વધારે નિષ્ફળ થયો હતો. એક વધારે ચાલાક સેનાપતિને હાથે તેની પડતી થઈ, અને તેની પદ્ધતિ કાંઇ પણ ચિન્હ પાછળ રાખ્યા વિના નાશ પામી. હવે કાયમ રહી શકે એવી પદ્ધતિ સ્થાપવાની જરૂરનું ઊંડું ભાન કબરને થયું. અને ધીમે ધીમે આટલું પણ એને જણાયું હતું કે ચિરસ્થાયિ પદ્ધિતિનો પાયો અન્યના સન્માન ઉપર, વર્ણના, ધર્મના અને ઈતિહાસના ભેદો વિષયે એક એકની સહિષ્ણુતા ઉપર, તથા બન્નેના સ્વાર્થના એકીકરણ ઉપર રચવો જોઈએ. અને રાજ્યરૂપી કમાનની કુંચીરૂપ પથ્થરના ખરવાથી તેના ઉપર બંધાયેલી આખી કમાન ભાંગી પડશે, એવી સ્પષ્ટ સમજણ સાથે તે કમાન ચણવી જોઈએ. આથી તેણે ઉપર કહ્યું તે મુજબ પોતાના રાજ્યનાં પહેલાં વીસ વર્ષ, પરાભવ પામેલા લોકોના મન ઉપર ઊંડી અસર કરે અને તેમના મનમાં પૂર્ણ વિશ્વાસ અને ખાત્રી થાય એવી રાજ્યપદ્ધતિ શોધી કહાડવાના વિષય ઉપર પોતાના રાજ્યના વિદ્વાનો સાથે ચર્ચા કરવામાં ગાળ્યાં.

બુલફઝલનું ઓળખાણ થતાં પહેલાં નિરાશ થઈ કબરે આ કામ લગભગ છોડી દીધું હતું. શાણી સલાહને બદલે મતાંધપણાની અને વિષમભાવ તરફના વલણવાળી શીખામણો એને મળતી હતી. એના પ્રથમના