આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.


“ક્ષણથી હુમાયૂંની તબીયત સુધરવા માંડી અને જેમ જેમ તે સુધરતી ગઈ તેમ “તેમ પ્રમાણમાં બાબરની લથડતી ગઈ. છેક ૧૫૩૦ ના અંત “સુધી–તેનો મંદવાડ લંબાયો. તા. ૨૬ મી ડીસેમ્બરને દિવસે પોતાના “ઓગણપચાસમા વર્ષમાં આગ્રા અગાડી ચારબાગ નામના પોતાના મહેલમાં “તેણે પોતાના આત્માને પરમાત્માને સ્વાધીન કર્યો. તેના શબને એના અંત- “કાળની સૂચના મુજબ કાબુલ લેવરાવ્યું અને શહેરથી એકાદ માઈલને છેટે “એક સુંદર સ્થાનમાં દાટ્યું.”

દુનિયાંના પ્રસિદ્ધ વીર પુરૂષોમાં બાબરને ઊંચું સ્થાન મળશે. એનું ચરિત્ર એના ગુણમાંથીજ ઉદ્ભવ્યું હતું. મધ્ય એશિયામાં એક નાનું રાજ્ય નામનું જ વારસામાં મળ્યા છતાં તે જ્યારે મરણ પામ્યો ત્યારે કરમણાસ અને ઑક્સસની વચ્ચેના તથા નર્મદા અને હિમાલયની વચ્ચેના તમામ પ્રદેશનો માલીક થયો હતો. તેનો સ્વભાવ આનંદી હતો. ઉદાર મનવાળો, સામા ઉપર વિશ્વાસ રાખનારો, અને આશાભેર રહેનારો હોઈને તે જેની સાથે સંબંધમાં આવતો તેની પ્રીતિ સંપાદન કરી શક્યો હતો. સૃષ્ટિમાં જે કઈ સુંદર હોય તે તે શીઘ્રતાથી અને પૂર્ણ રીતે સમજી શકતો. તે જમાનામાં અસાધારણ ગણાય એટલે દરજ્જે પોતાની અદ્ભુત બુદ્ધિને તેણે કેળવી હતી. તેનામાં પ્રીતિનો વાસ ઉંડો હતો, અને તાદૃશ કલ્પનાશક્તિની તેને ઈશ્વરી બક્ષીસ હતી. સંગ્રામ અને કીર્તિ તેને પ્રિય હતાં પણ શાન્તિના સમયના ઉદ્યોગો માટે તે બેદરકાર નહતો. પોતે વશ કરેલી કોમોની સ્થિતિ બાબત ઊંડી તપાસ કરવાનું તથા તેમને માટે સુધારાના ઉપાયો યોજવાના કામને તે પોતાની ફરજ ગણતો. બાગાયતનો, શિલ્પકળાનો અને સંગીતનો તેને ઘણો શોખ હતો. તે વળી કવિ હતો અને તે પણ જેવો તેવો નહિ. પણ તેની પ્રકૃતિની મુખ્ય કીર્તિ તો હાઈદર મીરઝાંએ કહેલી છે તેજ છે. તેણે પોતાનો અભિપ્રાય ‘તારીખી રેશીદી’ નામના ગ્રન્થમાં નીચે મુજબ જણાવ્યો છે. “તેના બધા ગુણોમાં તેનું ઔદાર્ય અને સૌજન્ય મુખ્ય હતાં.” જો કે મોટાં પરાક્રમો કરવાને તે જોઈએ એટલો જીત્યો પણ રાજ્યને સુવ્યવસ્થિત કરવાને માટે તેની જીંદગી ટુંકી પડી, તોપણ વિજ્યનું કામ આના