આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સ્વારી તેનું મૃત્યું

હતો. કામ એવું તે ઝપાટાબંધ ચલાવ્યું કે સને ૧૫૫૪ ના છેલ્લા ભાગમાં કિલ્લો તૈયાર થયો. પછી એ કાબુલ પાછો ફર્યો. પછીના શીયાળામાં અને બેસતા વસંતમાં હિંદુસ્તાનમાં એવો અણીને સમય આવ્યો કે જેથી પોતાની યુક્તિઓ અમલમાં લાવવાનો લાગ હુમાયૂંને મળ્યો.

પ્રકરણ ૭ મું.


હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ.

શેરખાંસુરે હુમાયૂંને સને ૧૫૪૦માં કનોજની લડાઈમાં હરાવ્યો અને પોતાના તે વિજ્યના પરિણામમાં બાબરે મેળવેલા તમામ મુલકનો બાદશાહ થયો. પછી તેણે તેમાં કેટલોક મુલક ઉમેર્યો હતો. તે સમર્થ પુરૂષ હતો. પણ જે બાદશાહને પદભ્રષ્ટ કરીને તે ગાદીએ આવ્યો તેના કરતાં વધારે સ્થૈર્ય સંપાદન કરવાની અથવા એકીકરણ કરવાની બુદ્ધિ તેનામાં નહતી. તેનો રાજ્યતંત્ર પણ છૂટી છવાઈ છાવણીઓ નાંખીને દરેક જીલ્લાની અને દરેક ઈલાકાની જુદી જુદી વ્યવસ્થા રાખવાનો જ હતો. સને ૧૫૪૫માં કલિંંજરના ઘેરામાં તે મજબુત કિલ્લો તેને સ્વાધીન થયો કે તરતજ તે મરણ પામ્યો.

સુલતાન સ્લામના નામથી પણ ઓળખાતો, તેની બીજો દીકરો લીમશાહ સૂર તેના પછી ગાદીએ આવ્યો અને સાત આઠ વરસ રાજ્ય કર્યું. તેના રાજ્યનો ઝાઝો વખત તેના હાથ નીચે જુદા જુદા જીલ્લાઓ ધારણ કરનાર અમીરોનાં કાવતરાંના ઈલાજ લેવામાં ગયો, તેથી એમ ધારી શકાય કે વારસામાં મળેલા રાજ્યતંત્રની દુર્બળતાનું તેને આછુંજ ભાન થયું હશે.[૧] કુંળી વયના એક નાના બાળકને ઉત્તરાધિકારી તરીકે મૂકીને તે મરણ પામ્યો ત્યારે અમીરોનો હાથ ઉપર આવ્યો. આનું તાત્કાલિક પરિણામ એ થયું કે ત્રણ દિવસના નામના રાજ્ય પછી તે બાળક શાહજાદાનું ખૂન થયું અને તેના મામાએ ગાદી ઝડપી. તેણે હમદશાહ અદેલ એવે ઈલ્કાબે સુલ્તાન


  1. ❋ જો સારી રીતે થયું હત તો જરૂર તેણે વ્યવસ્થાતંત્ર ફેરવી નાંખ્યો હત.