આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
અકબર


શેરશાહને રણભૂમિમાં જેટલી તકલીફ આપી હતી તેટલી તેના બીજા કોઈ શત્રુએ આપી નહતી. તોપણ નાસતા હુમાયૂંને એણે શરણ આપ્યું નહતું. કબર દિલ્હીની ગાદી ઉપર બેઠો ત્યારે તે જીવતો હતો, સ્વતંત્ર હતો અને રજપૂતાનાના રાજાઓમાં બલિષ્ઠ રાજા હતો. જેસલમીર, બીકાનેર અને રણના છેડાનાં રાજ્યો બધાં સ્વતંત્ર હતાં. સિંધ અને મુલતાન પણ તેમજ મેવાત અને બુદેલખંડ કોઈ બહારના રાજાને માનતા નહતા. પણ ગ્વાલીયર, ઓર્ચ્છા, ચન્દેરી, નરવાર અને પનાઉ એ બધાંને આગ્રાની સમીપ હોવાથી કાંઈક ખમવું પડ્યું હતું. અને પોતાની સત્તા બેસારવાનો કોઈ વિજેતાને વખત મળતો તો તે પ્રમાણમાં તેઓ વધારે ઓછી ખંડણી ભરનારાં થઈ રહ્યાં હતાં.

પણ જે જીલ્લાઓ મહોમદન વિજેતાને પોતાના બાદશાહ રૂપે માનતા તેમનામાં પણ સંબંધનો અભાવ હતા. રાજા, સુલતાન, બાદશાહ, જે કહેવાતા હોય, તે, જુદા જુદા ઈલાકાઓના તથા તેમને સોંપેલા ઉમરાવના સરદારજ હતા. પોતાના મુલકમાં તેઓ સ્વતંત્ર રાજ્ય ચલાવતા. રણભૂમિમાં લશ્કરના તેઓ સરદાર રહેતા, પણ ઇલાકાઓની આંતર વ્યવસ્થામાં તે વચમાં આવતા નહિ. આ બધા ઈલાકાઓ વાતમાં તો નહિ પણ ખરૂં જોતાં સૌ સૌના સુબાઓના હાથમાં સ્વતંત્ર રાજ્યો હતાં.

સર્વ સંમત પ્રમાણ મુજબ આ વખતે મુસલમાન રાજ્યનાં સાત અષ્ટમાંશ ભાગની વસતિજ હિંદુઓની હતી. તેઓ સંતુષ્ટ હતા. બધાં રાજ્યો પોતપોતાની પ્રજાને સ્વધર્મનું આચરણ છૂટથી કરવા દેતાં. ફક્ત બીજા ધર્મની તમામ વસ્તી ઉપર નાંખેલો જઝીઆ વેરોજ તેમને આપવો પડતો. પણ રાજ્યના તમામ ખાતામાં હિંદુ તત્વ બહુ બળવાન હતું. ઘણાખરા જીલ્લાઓમાં આ ધર્મની ઊંચી જાતના પુરુષોના હાથમાં સુબાના હાથ નીચે વંશપરંપરાની સત્તા હતી. અને લડાઈના વખતમાં તેઓ પણ રણક્ષેત્રમાં નોકરી બજાવવા સારૂ પોતાના હિસ્સા પ્રમાણે લશ્કર પુરૂ પાડતા.

દરેક જીલ્લામાં આ પ્રમાણે એક સ્થાનિક લશ્કર જ્યારે જરૂર પડે ત્યારે સુબાને માટે તૈયાર રહેતું, પણ આ સિવાય અને આની સાથે કાંઈ