આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
અકબ


અમારી કોમને ચાહતો નથી. તેથી આમાંના ત્રણ ચાર ઉમરાવો કબરને પાઠ આપવા એકઠા થયા. આ વર્ષની પાનખરમાં જૌનપુર જ્યાંના ઉઝ્‌બેક સુબાને આ લોકોએ પોતાના પક્ષમાં ભેળવ્યો હતો, ત્યાં આગળનું હુલ્લડ સળગી ઉઠ્યું. આ સમાચાર જ્યારે કબરને મળ્યા ત્યારે તે હાથીનો શીકાર કરવામાં નરવાર આગળ રોકાયો હતો.

તેણે તરતજ પોતાના સમર્થમાં સમર્થ સરદારને તેના વફાદાર અમલદારોને મદદ કરવા સારૂ, ત્યાં આગળ મળ્યું એટલું લશ્કર લઈને મોકલ્યો, અને પોતે આમની પાછળ મોકલવા સારૂં બીજું વધારે લશ્કર એકઠું કરવા લાગ્યો. દશ દિવસ પછી એ પોતે પણ ઉપડ્યો અને કનોજ આગળ પહોંચ્યો. ત્યાં અગાડી સામા થયેલા એક સરદારનું નમવું સ્વીકાર્યું અને વરસાદને લીધે નદીમાં આવેલાં પૂર ઉતરી જવાની વાટ જોતો દશ દિવસ સૂધી ત્યાં થોભ્યો. ત્યાંથી આ ફિતુરીઓનો અગ્રેસર મરખાં લકનૌ ઉપર ગયો છે એમ જાણવાથી એક નાના પણ ચુનંદા લશ્કરની સાથે તેની પાછળ પડ્યો અને ચોવીસ કલાક સૂધી અવિરત કુચ કરીને બીજે દિવસે સવારે તે શહેર દૃષ્ટિગોચર કર્યું. જેમ જેમ તે પાસે આવતો ગયો તેમ તેમ હુલ્લડખોરો એટલી તો ત્વરાથી નાઠો કે બાદશાહ અને તેના રસાલાના ઘોડા આ લાંબી કુચમાં કેવળ થાકી ગયેલા હોવાથી તેમની પાછળ પડી શક્યા નહિ. દ્રોહી ઉમરાવે જુઆનપુરનું શરણ લીધું અને ત્યાં તેના સહયોગીઓને મળીને તે જગા છોડી નરહરના ઉતાર આગળ ઘોધ્રા નદીને ઓળંગી છાવણી નાંખીને રહ્યો. અને ત્યાંથી તેમણે બંગાળાના રાજાની મદદ માગવા સારૂ એલચીઓ મોકલ્યા.

દરમિયાન આ કલહનો લોહી વહેવરાવ્યા વિના અંત આણવાની આતુરતાવાળા સરદારથી અધિષ્ઠિત એક બાદશાહી લશ્કર આમની સમક્ષ આવીને ઊભું રહ્યું. બીજી તરફથી એક ઉગ્રકોપવાળા અને દૃઢ મનના સેનાપતિની સરદારી નીચે બીજું સૈન્ય રજપૂતાનાથી કુચ કરતું ચાલ્યું આવતું હતું. શાન્તિશીલ સેનાપતિએ આરંભેલી સલાહની ભાંજગડ પૂરી થવા આવી હતી, તેવામાં પેલો ઉગ્ર સરદાર આવી પહોંચ્યો અને આ ભાંજગડ છળ છે