આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
રાજ્યનો ઇતિહાસ


કરી અને પછી સાંજને પહોર, ઘોડા ઉપર ચઢી, મુસાફરી પાછી શરૂ કરી અને પોતાના લશ્કરને ડીસાને રસ્તે પાલી આગળ ભેગો થયો. પાટણ આગળ તેના મદદગારોએ ઉભું કરેલું કેટલુંક લશ્કર એને મળ્યું. આ લોકો આગળ વધવા સારૂ બાદશાહની રાહ જોઈને જ બેઠા હતા.

દ્રોહી સરદારોએ એકઠા કરેલા સૈન્યને મુકાબલે બાદશાહનું લશ્કર બહુ નાનું હતું પણ એનાં માણસો તો એના લશ્કરનાં ચુનંદાં માણસો હતાં. એની હીલચાલની સાતોપી પણ ઠીક મદદમાં આવી. એ જ્યારે એમની પાસે આવ્યો ત્યારે આ દ્રોહીઓએ એમ પણ જાણ્યું ન હતું કે બાદશાહે આગ્રા છોડ્યું છે. જ્યારે કબર નવ દિવસમાં આગ્રેથી મુસાફરી કરીને એમના ઉપર આવી પહોંચ્યો ત્યારે ખરેખર તે લોકો અમદાવાદ આગળ પોતાના તંબુમાં ઊંઘતા હતા.

તે વખતનું યુદ્ધ ખરેખરૂં ધર્મયુદ્ધ હતું એમ તખ્ત–ઈ–કબરીના કર્તાની નીચેની નોંધ ઉપરથી જણાય છે. “બાદશાહી લશ્કરમાં એવી વૃત્તિ હતી કે શત્રુ ઉપર અજાણ્યા તૂટી પડવું એ અકાર્ય છે. શત્રુઓ જાગ્રત થાય ત્યાં સુધી ખમવું જોઈએ. પછી ઢોલીઓને ઢોલ વગાડવાનો હુકમ આપ્યો. દ્રોહીઓનો મુખ્ય નાયક જેને પોતાના ચારોએ ચૌદ દિવસ ઉપર બાદશાહ આગ્રામાં હતો એવા સમાચાર આપ્યા હતા, તેણે હજી એમ માન્યું અને કહ્યું કે આ તો આપણી આગળ ઉભેલા માત્ર ઘોડેસ્વારોજ છે; બાદશાહનું લશ્કર ન હોય કારણ કે એમની સાથે હાથી નથી. તો પણ તેમણે યુદ્ધની તૈયારી કરી. બાદશાહ હજી યુદ્ધ ધર્મનો વિચાર કરતો હતો. તેણે જ્યાં સુધી તે તૈયાર થયો ત્યાં સુધી વાટ જોઈ અને પછી એકદમ ધસારો કરીને નદી ઓળંગી સામે કિનારે વ્યૂહ ગોઠવીને શત્રુ ઉપર ક્રૂર વાઘની પેઠે તુટી પડ્યો. મુગલ લશ્કરની બીજી ટુકડીએ એમને બે બાજુથી એકી વખતે ઘેરી લીધા. આ ધસારો અનિવાર્ય હતો. દ્રોહીઓએ પૂર્ણ હાર ખાધી. તેમનો સરદાર ઘવાયો, કેદ થયો.

એક કલાક પછી એક બીજું પાંચ હજાર માણસનું દુશ્મનનું સૈન્ય દૃષ્ટિગોચર થયું. તેમના સ્હામી પણ યોગ્ય વ્યવસ્થા થઈ ગઈ અને તેમનો