આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
અકબર


સને ૧૫૮૪ ના આરંભમાં કબર ફતેહપુર સીક્રીમાંજ હતો. આ વર્ષની મુખ્ય બીનાઓ નીચે પ્રમાણે હતી:–બંગાળામાં શાન્તિ થઈ. ગુજરાતમાં એક બળવો આસીરગઢ અને બુહરાનપુરના સુબાનો બળવો–દક્ષિણમાં તોફાન અને કબરના ભાઈ–તે વખતના કાબુલના સૂબાનું મૃત્યુ. ઉપરના બળવાઓ બધા શાન્ત પાડવામાં આવ્યા અને કાબુલ ઉપર એક નવો સૂબો મોકલ્યો. વર્ષ પૂરૂં થયું ત્યારે રાજ્ય ઉપર આબાદીનો વર્ષાદ વરસતો હતો.

આ બાદશાહનું રક્ષણ સ્વીકારનારા મિત્રોમાં–જયપુરનો રાજા ગવાનદાસ દૃઢમાં દૃઢ હતો. એણે પંડે કબરની લશ્કરી નોકરી યશસ્વી રીતે બજાવી હતી એટલું જ નહિ, પણ તેનો ભાઈ માનસીંગ કબરના લશ્કરમાં મોટી સરદારીમાં હતો. આ સમયે આ રાજપુત્ર પંજાબનો સૂબો હતા. આના કુટુંબમાંથી કબરે પોતાના શાહજાદો લીમ જે પછીથી હાંગીર બાદશાહ થયો તેને માટે બેગમ પસંદ કરી અને લગ્નની ધામધુમ ફતેહપુર સીક્રીમાં કરવામાં આવી અને બહુ આનંદ વર્તાયો. આ બાદશાહના વખત સુધી તો રજપૂત રાજાઓ મુસલમાન બાદશાહ સાથે વિવાહ સંબંધની નાજ પાડતા હતા. પણ કબરની એવી ઈચ્છા હતી કે બધું ભેળી દેવું. અને ધર્મ અને જાતમાં ફેર હોય તેણે કાંઈ માણસમાં ફેર નથી પડતો એ જે એનો મુખ્ય મુદ્દો તેનો અમલ કરવાની પણ ઈચ્છા હતી. પણ એને ઘણા વ્હેમોનો પરાભવ કરવાનો હતો અને છેક છેવટ સુધી પણ મેવાડના રાણાનો હઠીલો ટકાવ તે જીતી શક્યો નહિ.

બીજા બધા રજપૂતો વધારે અનુકૂળ હતા. કબરને તેમણે હિંદુસ્તાનમાં પૂર્વે કોઈ દિવસ નહિ સાંભળેલા એવાં ધોરણોનો સ્થાપનાર ગણ્યો. એની દૃષ્ટિમાં, હિંદુ રાજામાં કે ઉઝબેક મુસલમાનમાં, ગમે તેમાં દેખાઈ આવે, પણ ગુણ તો ગુણજ હતો. પરાક્રમી માણસની જાત અથવા તેનો ધર્મ ઊંચા હોદાઓ ઉપર નીમાવવામાં અથવા મોટું માન મેળવવામાં આડે આવતાં નહિ. તેથીજ ગવાનદાસ, માનસીંગ, ટોડરમલ અને એવા બીજા માણસોને મુસલમાન શહેનશાહની છાયા નીચે, પોતપોતાના વંશપરંપરાગત રાજ્યના સ્વતંત્ર રાજ્યકર્તા તરીકે જે માન એમને મળે તેના કરતાં અતિ ઘણું માન