આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે જાયું [૧]તે જાય જાણો, અમર સંશય મેટજે[૨]. ૨

અમર દાનવ ધ્રુવ તારા ચંદ્ર સૂરજ જાએ વલે;
જાય જોગ અષ્ટાંગ સિધ્ધ સાધક, તો પ્રાકૃત[૩] જીવ કેટલે ભલે. ૩

લીલા-વપુ[૪] જો ધરે નિર્ગુણ, તોય નેટ પાછો વળે;
કાલ માયાનું નાટક એહવું, જે ઉપજાવી અહર્નિશ ગળે. ૪

જેમ કરસણી[૫] ઉછેરે કરસણ[૬], તેકાચું પાકું સર્વ ભખે;
તેમ જગત કરસણ કાલ માયાનું, તેન મૂકે ખાધા પખેં[૭]. ૫

જેમ મેઘનાં બિદુ નાનાં મોટાં, રેલાઇ પૃર્વીએ પડ્યા;
તેમ માયાને મન સહુજ સરખું, જો પ્રાય[૮] પોતાના ઘડ્યા. ૬

જેમ અર્ણવ[૯] ન જાયે ઉછળી નવસેં નવાણું નદી ભળે;
સિંધુ થયો સરિતા [૧૦] સરૂપે, તે માટે બાધિ[૧૧] ગળે. ૭

તેમ માયાનું જગત નિરમ્યું, કાલ યોગે સર્વાથા;
પરમાત્મા તે વતરેક કારણ, તેની કહ્યામાં નાવે કથા. ૮

માહાલે માયા અનંત રૂપે, પણ અપત્યને[૧૨] ભાસે ભલી;
જેમ બાલકીનાં ઢીંગોલીયાં, રમે રમાડે એકલી. ૯

કહે અખો સઉકા સુણો, જો આણો માયના અંતને;
તો આપોપું [૧૩] ઓળખો, જો સેવો હર-ગુરુ-સંતને. ૧૦


  1. ઉપજ્યું
  2. દૂર કરજે
  3. સાધારણ
  4. વિનોદથી ધરેલું શરીર
  5. ખેડૂત
  6. અનાજના છોડ
  7. વિના
  8. બહુધા
  9. સમુદ્ર
  10. નદી
  11. સર્વ
  12. માયાના પુત્રને
  13. આત્મસ્વરૂપને