આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ - ૨
જે પ્રભુ વાણીયે ન કહેવાયજી,પામણહારો સેહેજે પલાયજી[૩];
અગમઅગોચર જેહને વેદ ગાયજી, અટપટો આશય સેહેજે સમજાયજી.
સેહેજમાં સાધન લાગે, અણલિંગી અનુભવ એહવો;
વંધ્યાસુત જેમ સરાહે[૪], અચવ્યો [૫] રસ પીવો નવો. ૧
મુખવિના રસપાન કરવું, એહવું તે બ્રહ્મજ્ઞાન;
શ્રવણવિના તે શબ્દ સુણવો, નેત્રવોહનું [૬] જેમ ધ્યાન. ૨
વસ્તુગતે [૭] સેવક નહિ, અને સ્વામીને નહિ રૂપ;
ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ [૮] નહિ, એહવું તે ધામ અનુપ. ૩
જેહને વર્ણ વેષ ન રૂપ મુદ્રા [૯], તેહતણા સર્વ રંગ;
છાયા માયા નહિ જેહને, તેહના જાણો સર્વ ઢંગ. ૪
સ્થાન માન જેહને નહિ, અકલ રૂપ અપાર;
તેવડે એ સર્વ શોભે, આપે જાણણહાર. ૫
વાણી માંહે જેહ ન આવે, તેહતણી સર્વ વાણ્ય;
નેતિ [૧૦] નેતિ કરી સો કહીયે, તેહની જાણે સર્વ જાણ. ૬