પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨


મિત્રો મજુરોને જે જે ખોટી ટેવો પડી છે તે વિષે તેમને પુરેપુરી રીતે સમજાવવામાં પોતાના ઉત્સાહનો ઉપયોગ કરશે તો ઘણો જ લાભ થશે. આમ કરવાથી જે લોકોનો પક્ષ તેમણે લીધો છે તેમને પણ તેઓ અનહદ લાભ આપી શકશે.

(૩) અમે લવાદ સાહેબનું ધ્યાન એ બાબત પર ખેંચવાની રજા લઈયે છીયે કે ચુકાદાને અંગે જે વધારો આપવાનું ઠરાવવામાં આવે તે જ્યાં સુધી હાલના સંજોગો ચાલુ રહે ત્યાં સુધી જ અમલમાં મુકવામાં આવે. હમણાં મોંઘવારી છે એ તો ખરું, પણ તેનું કારણ હાલની લડાઈ છે. સારાં વર્ષો આવ્યેથી તેમજ લડાઈ બંધ થયેથી આ મોંઘવારી નાશ પામવાની; અને તેની સાથે મીલોમાં હમણાં મળતો નફો પણ ઘણો જ ઓછો થઈ જવાનો. વધુ કરોને લીધે, તેમજ ઘણા જ જોરથી ફરી ચાલુ થવાની લૅન્કેશાયર સાથેની હરીફાઈને લીધે મીલો કફોડી સ્થિતિમાં આવી જવાનો ઘણો સંભવ છે. આ બે કારણોને લીધે મીલઉદ્યોગ પર શી અસર થશે તે વિષે અત્યારે તર્ક નકામો છે; પરંતુ હાલના જેટલો નફો આગળ ઉપર નહિ મળે તે પહેલેથી જ સમજવું વધારે લાભકારક છે. બંગાળાના ભાગલાનાં ઉત્તમ વર્ષોમાં મીલમાં ઇ. સ. ૧૯૦૦ થી ૧૯૦૯ સુધી ઘણો સારો નફો મળ્યો હતો. પરંતુ ઈ. સ. ૧૪૦૪ થી તે લડાઈની શરૂઆત થઈ ત્યાં સુધી મીલોને ઘણા જ બારીક સમયમાંથી પસાર થવું પડ્યું. તે વખતે કેટલી મીલો ખરેખર ફડચામાં ગઈ હતી. એટલા માટે અમે