પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦


કરેલા દર કરતાં ઘણો ઓછો છે. મને લાગ્યું કે તેઓના જવાબમાં આ વાત વધારેપડતી હતી, અને એક જંગી સભામાં મેં જાહેર કર્યું કે મીલમજુરો ૩૫ ટકાનો વધારો કબુલ કરશે. આ બીના ધ્યાનમાં રાખવા જેવી છે કે મજુરોને મરકીના કારણથી તેઓની મજુરી ઉપર ૭૦ ટકાનો વધારો મળતો હતો, અને તેઓએ પોતાના ઈરાદો જાહેર કર્યો હતો કે મોંઘવારી વધતી હોવાથી તેઓ ૫૦ ટકાથી ઓછો વધારો કબુલ નહિ કરે. પરંતુ તેઓને પોતાના ૫૦ ટકાની અને મીલમાલિકોના ૨૦ ટકાની વચ્ચેનો દર સ્વીકારવા કહેવામાં આવ્યું. ( વચલો દર લેવાનું નક્કી થયું એ કેવળ અકસ્માત જ હતો. ) સભા કેટલોક બડબડાટ કર્યા પછી ૩૫ ટકાનો વધારો લેવા કબુલ થઈ; અને તેની સાથે એમ માની લેવામાં જ આવ્યું હતું કે જે ઘડીએ મીલમાલિકો લવાદત મારફત ફડચો કરવા કબુલ થાય તે જ ઘડીએ મજુરો પણ તેમજ કરે. ત્યાર પછી દરરોજ હજારો માણસ ગામની બહાર એક ઝાડની છાયા હેઠળ ભેગા થતા. તેમાંથી કેટલાક તો બહુ દૂરથી ચાલીને આવતા, અને ખરા દિલથી ઈશ્વરના સોગંદ ખાઈને ૩૫ ટકાથી જરાપણ ઓછું ન લેવાને પોતાનો ઠરાવ પાકો કરતા. પૈસાની મદદ તેઓને આપવામાં આવતી ન હતી. આ તો સમજી શકાય એવું છે કે આવી સ્થિતિમાં તેમાંથી ઘણાને ભૂખમરાની પીડા વેઠવી પડે, અને જ્યાં સુધી તેઓ બેકાર હતા ત્યાં સુધી તેઓને કોઈ ધીરે પણ નહિ. બીજી તરફ, અમે તેઓના મદદગાર એવા ઠરાવ ઉપર આવ્યા કે તેમાંથી તાકાતવાળા રોટલો