પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧


આ પછીની પત્રિકામાં એકએકના સ્વાર્થની ઉપર બંધાયેલા રાક્ષસી સંબંધથી કેવાં વિપરીત પરિણામો આવ્યાં છે તે બતાવ્યું છે. એ બતાવતાં દક્ષિણ આફ્રિકાની લડતનો એક મનોરમ પ્રસંગ મહાત્માજીએ મજુરોને કહી બતાવ્યો છે અને તેવે પ્રસંગે તેઓનું વર્તન કેવું હોવું જોઈએ તેની સૂચના કરી દીધી છે. પત્રિકા ઉપર વિવેચન કરતાં બોલ્યા હતા કે જેવી રીતે દક્ષિણ આફ્રિકામાં આપણા મજુરોએ યુરોપીયન કામદારોની હડતાળથી મુશ્કેલીમાં આવેલી આફ્રિકન સરકારની ભીડનો લાભ ન લેતાં, પોતાની લડત બંધ કરી સરકારને મદદ કરીને જગત્‌માં જશ લીધો હતો તે જ પ્રમાણે મીલમાલિક ઉપર કાંઈ અચિંતી આફત આવી પડે તો તેનો લાભ લઈ તેમની કનડગત ન કરતાં તેમની મદદે આપણે ધાવું જોઈએ.

અત્યાર સુધીના ઉપદેશની મીલમજુરો ઉપર શી અસર થઈ હતી તે જરા તપાસી જઈએ. જ્યારે હડતાળ પડી ત્યારે અમદાવાદ શહેરમાં સ્થળે સ્થળે ત્રાસ વર્તી રહ્યો હતો. સૌના મનમાં હંમેશ ડર રહેતો કે ખીજાયલા મજુરો રસ્તામાં તોફાન કરશે, ચોરી કરશે, મારફાડ કરશે, હુલ્લડ હુમલા કરશે. પણ આ દશ દિવસમાં તેઓએ આમાંનું કશું ન જોયું; એટલે પ્રજા પણ વિસ્મિત થઈ. જીલ્લાના કલેક્ટર જેમને એ અરસામાં મહાત્માજી મળ્યા હતા તેમણે પણ મજુરોના વર્તન વિષે સાનંદાશ્ચર્ય જાહેર કરીને કહેલું કે આવી રીતની સલાહશાંતિથી લડાતી લડત મેં બીજે ક્યાંય જોઈ નથી એટલું જ નહિ, પણ તે વિષે સાંભળ્યું પણ નથી. દરરોજ સાંજના શાહપુર દરવાજા બ્હાર ચાર