પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬


મુસલમાન પણ હતા. × × × એ જ લડાઈની અંદર જે સ્ત્રીઓએ કોઈ દિવસ મજુરી નહિ કરી હતી તે સ્ત્રીઓ ફેરી કરવાને નીકળી હતી અને જેલની અંદર ધોબણનું કામ કર્યું હતું. આ દાખલાઓનો વિચાર કરતાં એવો કયો મજુર આપણામાં હશે કે જે પોતાના ટેકને જાળવવા ખાતર સાધારણ અગવડ સહન કરવાને તૈયાર ન હોય ?” આવી રીતે સાદી સરળ ભાષામાં દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ મજુરોની સમક્ષ ઉકલતો હતો, અને આડકતરી રીતે પત્રિકા વાંચનાર સામાન્ય વર્ગની પણ જ્ઞાનસમૃદ્ધિમાં વૃદ્ધિ થતી હતી.

મજુરોમાં પણ હાડમારી વધતી જતી હતી. ઘણા હવે મજુરી મેળવવા માટે તત્પર થવા લાગ્યા હતા. મજુરોની હાડમારી જોઇને ઘણીવાર કેટલાક મિત્રોને એમ થઈ આવતું કે મજુરોને જોઇએ તેટલી આર્થિક સહાય આપવી. બહાર ગામથી પણ અનેક મિત્રોના મજુરો માટે ફંડ ઉભું કરવા માટેના પત્રો આવતા હતા. કેટલાકોએ તો પૈસા મોકલવાની માગણી પણ કરી હતી. પણ આ સૌ મહાત્માજીએ ન લેખ્યું. કારણ સ્પષ્ટ હતું. વારંવાર આ સૌ હિતૈષીઓને મહાત્માજી કહેતા કે ‘મજુરોને તમે પૈસા આપીને સત્યાગ્રહ કરાવશો, અથવા તમે પૈસા આપીને તેમને ટકાવી રાખશો એવી આશાથી જ મજુરો આ લડતમાં પડ્યા હશે તો તેમાં સત્યાગ્રહનો અર્થ શો ? સત્યાગ્રહનું મહત્ત્વ શું ? સત્યાગ્રહનું રહસ્ય જ દુ:ખ પડે તે રાજીખુશીથી ખમી લેવામાં રહેલું છે. સત્યાગ્રહી જેટલું દુ:ખ વધારે ખમે તેટલી તેની વધારે કસોટી થાય છે’ મજુરોને રોજ રોજ સભાઓમાં અને બહાર એમ સમજાવવામાં